Maharashtra

અલ્લુ અર્જુનએ ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સાઈન કરી

મુંબઈ
સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન હવે બોલિવૂડ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગનો જાદુ ચલાવતો જાેવા મળશે. ૮ એપ્રિલે પુષ્પા સ્ટારનો બર્થ ડે છે, આ અવસર પર ‘પુષ્પા ૨’નું ટીઝર રિલીઝ થઈ શકે છે. દરમિયાન, એક્ટરના બોલિવૂડ ડેબ્યુનું પણ એલાન કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુને એક સમયે હિન્દી ફિલ્મો કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો, પરંતુ પુષ્પાની શાનદાર સફળતા પછી દરેક મોટા ફિલ્મ મેકર્સ તેની સાથે કામ કરવા માંગે છે. આ દરમિયાન અલ્લુએ ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સાઈન કરી છે. અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ ફિલ્મ્સ પ્રોડક્શન અને ભદ્રકાલી પિક્ચર્સ સાથે મળીને કરશે. ડાયરેક્શનની જવાબદારી સંદીપ રેડ્ડી વાંગાને આપવામાં આવી છે. સંદીપ રેડ્ડી વાંગા હાલમાં ફિલ્મ ‘સ્પિરિટ’ના શૂટિંગમાં બિઝી છે. અલ્લુ અર્જુનની ફિલ્મનું કામ પૂરું થતાં જ શરૂ થશે. હાલમાં ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સાઉથ સ્ટારે હિન્દી બેલ્ટમાં પોતાની પકડ બનાવી લીધી છે. દરમિયાન, અલ્લુ અર્જુનના બોલિવૂડ ડેબ્યૂના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા છે. દરમિયાન, એવા પણ સમાચાર છે કે અલ્લુ અર્જુને શાહરૂખ ખાનની ફિલ્મ જવાન પડતી મૂકી દીધી છે. તે હવે આ ફિલ્મનો ભાગ નહીં રહે. અલ્લુ અર્જુને શાહરૂખ ખાનની ફિલ્મ છોડવાનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી, મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર હાલમાં ઘણા પ્રોજેક્ટ્‌સમાં બિઝી છે. આ કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *