Maharashtra

આલિયા ભટ્ટના વખાણ કરતાં અનુપમ ખેરે લખ્યું એવું, લોકો કંગનાના રિએક્શનની જાેઈ રાહ

મુંબઈ
રવિવારે મુંબઈમાં સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અનુપમ ખેર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન, ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’ એક્ટરે આલિયા ભટ્ટ સાથે એક તસવીર ક્લિક કરી. જે બાદ અનુપમ ખેરે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ સાથેની પોતાની તસવીર શેર કરી હતી. અનુપમે એક્ટ્રેસ માટે એક સુંદર નોટ પણ લખી હતી. તેણે આલિયાને ‘બોર્ન એક્ટ્રેસ’ હોવા અંગે ચીડવતા તેના વખાણ પણ કર્યા હતા. જે બાદ ફેન્સ કંગનાના રિએક્શનની રાહ જાેઈ રહ્યા છે. અનુપમ ખેરે ઈન્સ્ટા પર શેર કરેલા ફોટામાં આલિયા અને અનુપમ ખેર કેમેરા માટે સ્માઇલ આપતા જાેવા મળે છે. આલિયાએ પણ અનુપમના ખભા પર હાથ રાખ્યો છે. તસવીર શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું, “ડિયર આલિયા ભટ્ટ! આટલા લાંબા સમય પછી તને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના રિસેપ્શનમાં મળીને ખૂબ જ આનંદ થયો. તે દિવસો વિશે તારી સાથે વાત કરવી ખૂબ જ ગમી જ્યારે તુ (એક્ટિંગ) સ્કૂલમાં હતી અને હું કેવી રીતે તને બોર્ન એક્ટ્રેસ તરીકે હંમેશા ચીડવતો હતો. તારા પર્ફોર્મન્સને અઢળક પ્રેમ ખાસ કરીને ગંગુબાઈ કાઠિયાવાડી માટે જેમાં તુ શાનદાર હતી. કીપ ગોઇંગ! હંમેશા પ્રેમ અને પ્રાર્થના!” જણાવી દઈએ કે અનુપમ ખેરની એક એક્ટિંગ સ્કૂલ છે જેનું નામ ‘એક્ટર પ્રિપેર્સ’ છે. દીપિકા પાદુકોણ અને વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સે આ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે. તે જ સમયે, અનુપમ ખેરે આલિયાની તસવીર સાથે પ્રશંસાથી ભરેલી નોટ શેર કરતાની સાથે જ ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એકે કોમેન્ટમાં લખ્યું, ‘કોઈ ચેક કરે કે કંગના ઠીક છે કે નહીં.’ અન્ય એક યુઝરે કહ્યું, “કંગના રનૌતના રિએક્શનની હવે વધુ રાહ જાેઈ શકતો નથી… અનુપમ તમે આગામી ટાર્ગેટ છો. જાે આ વર્ષે તો તે ચોક્કસપણે તમને નિશાન બનાવશે, બસ રાહ જુઓ.” બીજાએ લખ્યું, “ઓએમજી હવે કંગના તેના પર પણ એટેક કરશે. તે આલિયાની ખૂબ ઈર્ષ્યા કરે છે.” તમને જણાવી દઈએ કે અનુપમ અને કંગના અપકમિંગ ફિલ્મ ‘ઇમરજન્સી’માં સાથે જાેવા મળશે, બંને વચ્ચે સ્વીટ બોન્ડિંગ છે. જ્યારે કંગના અને આલિયા વિશે આવું ન કહી શકાય. જાેકે આલિયાએ જાહેરમાં કંગના વિશે વધુ કંઇ કહ્યું નથી અને અગાઉના ઈન્ટરવ્યુમાં તેની એક્ટિંગ અને કામની પ્રશંસા પણ કરી છે. બીજી તરફ કંગનાએ ઘણીવાર આલિયા પર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી નિશાન સાધ્યું છે. હાલમાં જ કંગનાએ બોલિવૂડ ‘કસાનોવા’ અને તેની પત્ની પર એક સિક્રેટ નોટ શેર કરી હતી. ઇીઙ્ઘઙ્ઘૈં યુઝર્સ અનુસાર, કંગના રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તરફ ઈશારો કરી રહી હતી. તેણે તેમાંથી કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમની લાઇફની ઘણી ડિટેલ્સ શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *