Maharashtra

એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.229 લપસ્યો

સોનાનો વાયદો રૂ.444 અને ચાંદીનો વાયદો રૂ.774 ઊછળ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9262 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10,997 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,57,736 સોદાઓમાં કુલ રૂ.20,316.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9261.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10,997.13 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,386 સોદાઓમાં કુલ રૂ.6,066.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,620ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.444 વધી રૂ.55,974ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.365 વધી રૂ.44,373 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.5,524ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,600ના ભાવે ખૂલી, રૂ.409 વધી રૂ.55,789ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,076ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,784 અને નીચામાં રૂ.70,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.774 વધી રૂ.70,691ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.708 વધી રૂ.70,594 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.692 વધી રૂ.70,586 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,991 સોદાઓમાં રૂ.1,243.16 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1 ઘટી રૂ.204 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.2.15 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.714.65 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 33,785 સોદાઓમાં કુલ રૂ.1,936.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,400 અને નીચામાં રૂ.6,230ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.229 ઘટી રૂ.6,246 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 વધી રૂ.338.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 340 સોદાઓમાં રૂ.15.59 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.60 વધી રૂ.1050.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,147.69 કરોડનાં 5,629.083 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,919.24 કરોડનાં 414.389 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,024.06 કરોડનાં 16,22,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.912 કરોડનાં 27570000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.15.59 કરોડનાં 148.68 ટનના વેપાર થયા  હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,067.789 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,039.660 ટન, ક્રૂડ તેલમાં 1004900 બેરલ અને નેચરલ ગેસમાં 42453750 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 474.12 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.57.57 કરોડનાં 737 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,561ના સ્તરે ખૂલી, 123 પોઈન્ટ વધી 15,651ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,997.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,219.22 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.111.35 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,895.83 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,769.25 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.273.72 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.181.40 ખૂલી, ઊપરમાં રૂ.195.70 અને નીચામાં રૂ.130.30 રહી, અંતે રૂ.88.70 ઘટી રૂ.134.80 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.110 ખૂલી, ઊપરમાં રૂ.202.50 અને નીચામાં રૂ.103 રહી, અંતે રૂ.97.50 વધી રૂ.184.50 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.60 ખૂલી, ઊપરમાં રૂ.11.70 અને નીચામાં રૂ.9 રહી, અંતે રૂ.0.90 વધી રૂ.11.25 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.312 ખૂલી, ઊપરમાં રૂ.469.50 અને નીચામાં રૂ.312 રહી, અંતે રૂ.162 વધી રૂ.445.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,366 ખૂલી, ઊપરમાં રૂ.2,748.50 અને નીચામાં રૂ.2,365.50 રહી, અંતે રૂ.395 વધી રૂ.2,701 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.87.30 ખૂલી, ઊપરમાં રૂ.144.40 અને નીચામાં રૂ.87.30 રહી, અંતે રૂ.60.30 વધી રૂ.140.20 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.255 ખૂલી, ઊપરમાં રૂ.265 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.88 ઘટી રૂ.214 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11 ખૂલી, ઊપરમાં રૂ.14.50 અને નીચામાં રૂ.11 રહી, અંતે રૂ.0.40 ઘટી રૂ.11.90 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,239 ખૂલી, ઊપરમાં રૂ.2,342.50 અને નીચામાં રૂ.2,006 રહી, અંતે રૂ.326 ઘટી રૂ.2,059.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.265 ખૂલી, ઊપરમાં રૂ.280 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.107.50 ઘટી રૂ.242 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *