Maharashtra

ઐશ્વર્યાને મળી હતી બ્લોકબસ્ટર ફિલ્મમાં તક!.. આ કારણે ના કરી શકી કામ

મુંબઈ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ રણવીર સિંહના કરિયરને નવો મોડ મળ્યો છે. ફિલ્મમાં દીપિકાને મસ્તાની બાઈના રોલમાં જાેઈને લોકો તેની એક્ટિંગ અને સુંદરતાના લોકો ફેન્સ બની ગયા હતા. આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે, આ રોલ માટે સૌથી પહેલા ઐશ્વર્યા રાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ રોલ માટે પહેલા રણવીરની પસંદગી કરવામાં આવી ન હતી. સંજય લીલા ભણસાલી હંમેશા તેમના ભવ્ય સેટ અને તેમની ભવ્ય ફિલ્મો માટે જાણીતા છે. તેમની ફિલ્મોમાં, મોટા મહેલો, સમગ્ર ફિલ્મ દરમિયાન સ્ક્રીન પર દેખાતા રંગીન પાત્રો પર ખૂબ જ નજીકથી ધ્યાન આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સંજય તેની ફિલ્મોની સ્ટારકાસ્ટને ખૂબ વિચાર્યા પછી ફાઈનલ કરે છે. જે તદ્દન પ્રભાવશાળી છે. અત્યાર સુધી તેની દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, પદ્માવત, બ્લેક, રામલીલા જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં તેની સ્ટારકાસ્ટને પણ ઘણા દર્શકો મળ્યા છે. તેમની આવી જ એક સુપરહિટ ફિલ્મ બાજીરાવ મસ્તાની છે. આજતકમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં અગાઉ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ‘બાજીરાવ મસ્તાની’ના રોલમાં જાેવા મળવાના હતા. ૈંસ્ડ્ઢમ્ અનુસાર, આ ફિલ્મની જાહેરાત ૨૦૦૩માં જ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય હતા. કાશીબાઈના રોલ માટે ભૂમિકા ચાવલાનું નામ પણ વિચારવામાં આવ્યું હતું. પરંતુ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોમાં તણાવના કારણે સંજયની આ કાસ્ટ બદલવી પડી અને રણવીસ સિંહ અને દીપિકા પાદુકોણને ફિલ્મ માટે ફાઈનલ કરવામાં આવ્યા. રણવીર-દીપિકાની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’એ ચાહકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ ફિલ્મમાં તેમની ભૂમિકાઓ માટે પ્રશંસા મેળવી હતી. સંજય લીલા ભણસાલીની પ્રતિભાને પણ લોકોએ ખૂબ વખાણી હતી. ભલે રણવીર-દીપિકા ભણસાલીની પહેલી પસંદ ન હતા, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના વિના આ ફિલ્મ બની જ ન હોત. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં માત્ર સલમાન અને ઐશ્વર્યા જ નહીં, શાહરૂખ ખાન, અજય દેવગન, રિતિક રોશન અને કેટરિના કૈફ જેવા ઘણા સ્ટાર્સના નામની અફવા હતી. પરંતુ બાદમાં સંજયે મુખ્ય ભૂમિકા માટે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ફાઈનલ કર્યા. આ ફિલ્મમાં બંનેની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી રણવીર અને દીપિકા સંજયની ફિલ્મ પદ્માવતમાં પણ જાેવા મળ્યા હતા.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *