Maharashtra

કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ લગ્નના બંધનમાં બંધાશે?!

મુંબઇ
બોલિવૂડ એક્ટ્રેસ અને સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સમાં રહે છે. અહેવાલો અનુસાર, તે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બોયફ્રેન્ડ અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. બંનેના લગ્નના સમાચાર ૨૦૨૨થી જ ચાલી રહ્યા છે. જાે કે કપલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે બંનેના લગ્ન વર્ષ ૨૦૨૩ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. લગ્નની તારીખ, સ્થળ અને મહેમાનોની યાદી બહાર આવી રહી છે. બંનેના લગ્ન પહેલા, આવો એક નજર કરીએ આ કપલની લવ સ્ટોરી પર. રિપોર્ટ્‌સનું માનીએ તો કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પહેલીવાર એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આ પછી ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. આથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા એક અમેરિકન રેપર સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તેના બ્રેકઅપ બાદ કેએલ રાહુલે આથિયાના જીવનમાં પ્રવેશ કર્યો. આ પછી બંને ઘણા એડ કેમ્પેઈનનો ભાગ હતા. આ દંપતી ફ્રેન્ચની લક્ઝુરિયસ આઈ વેર બ્રાન્ડના એમ્બેસેડર પણ બન્યા. પહેલા તો બંનેએ જાહેરમાં પોતાના સંબંધો જાહેર કર્યા ન હતા અને લાઈમલાઈટથી દૂર રહ્યા હતા. પરંતુ ધીમે-ધીમે આ કપલ એકબીજાની નજીક આવ્યા અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવા લાગ્યા. આ કપલે ઘણો સમય સાથે વિતાવ્યો છે અને હવે આ સંબંધને નવું નામ આપવા માટે તૈયાર છે. ભારતીય બેટ્‌સમેન કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાંથી રજા મળી ગઈ છે કારણ કે તે ટૂંક સમયમાં આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે ૨૩ જાન્યુઆરીએ ખંડાલામાં આથિયા શેટ્ટી સાથે લગ્ન કરશે. લગ્નની વાત કરીએ તો તેના તમામ ફંક્શન ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ વચ્ચે યોજાશે. આ દરમિયાન પીઠી, મહેંદી અને સંગીત સેરેમની થશે. આ લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં થશે. આ લગ્નમાં બંને પક્ષના નજીકના મિત્રો ભાગ લે તેવું અનુમાન છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *