સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ ચાલઃ ક્રૂડ તેલ, મેન્થા તેલ ઢીલાઃ નેચરલ
ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,468 કરોડ અને ઓપ્શન્સમાં
રૂ.13172.09 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.24 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,82,522 સોદાઓમાં કુલ રૂ.21,664.28 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,468.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13172.09
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,03,008 સોદાઓમાં રૂ.6,404.34 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,779ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,822 અને નીચામાં રૂ.60,569ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.86 વધી રૂ.60,706ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.66
વધી રૂ.48,257 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,976ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.60,439ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.75,175 અને નીચામાં રૂ.74,270ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.272 ઘટી રૂ.74,346ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.207 ઘટી રૂ.74,245 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.211
ઘટી રૂ.74,234 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,033 સોદાઓમાં રૂ.,970.17 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.767.70ના ભાવે ખૂલી, રૂ.2.40 ઘટી રૂ.764.45 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.30 ઘટી રૂ.206.85 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.90 ઘટી રૂ.250ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.10
ઘટી રૂ.207.05 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.181.55 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.2 ઘટી
રૂ.250.50 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,914 સોદાઓમાં રૂ.1,081.28 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,667ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,673
અને નીચામાં રૂ.6,583ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 ઘટી રૂ.6,606 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.9 ઘટી રૂ.6,607 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.175ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.175.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.3 વધી 175.6 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.32 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,700 અને
નીચામાં રૂ.62,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.62,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.20 ઘટી રૂ.991.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,425.55 કરોડનાં
3,976.610 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,978.79 કરોડનાં 531.407 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.613.88 કરોડનાં 9,25,830 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.467.40 કરોડનાં 2,66,68,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.113.62 કરોડનાં 5,485 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.42.11 કરોડનાં 2,321 ટન તાંબાના વાયદાઓમાં રૂ.552.69 કરોડનાં 7,250 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.261.75 કરોડનાં 10,448 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.27 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.05 કરોડનાં 50.76
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,986.140 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 914.940 ટન, તાંબાના વાયદાઓમાં 10,757.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 15,623 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,051 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,618
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,82,440 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,28,28,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 13,920
ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 309.24 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.24.08 કરોડનાં 290 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 651 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,615
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,656 અને નીચામાં 16,549 બોલાઈ, 107 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ ઘટી
16,559 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13172.09 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1269.45 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.825.35 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10234.88 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.842.21
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.265.05 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.231.80 અને નીચામાં
રૂ.180ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.80 ઘટી રૂ.199.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ
રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.45 ખૂલી, ઉપરમાં રૂ.11.75 અને
નીચામાં રૂ.10.40 રહી, અંતે રૂ.0.30 વધી રૂ.11.45 થયો હતો.
સોનું મે રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.849ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.875 અને નીચામાં રૂ.720ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.798.50 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.719 ખૂલી, ઊપરમાં
રૂ.830 અને નીચામાં રૂ.656 રહી, અંતે રૂ.35 વધી રૂ.716.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,910ના ભાવે ખૂલી, રૂ.191.50
ઘટી રૂ.1,617 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,500ના ભાવે ખૂલી, રૂ.88 ઘટી રૂ.1,359.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.790 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.47 વધી રૂ.4 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.171.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.209.30 અને નીચામાં રૂ.161.20ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.80 વધી રૂ.194.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.170 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.65 ખૂલી, ઉપરમાં રૂ.12.15 અને નીચામાં રૂ.10.30
રહી, અંતે રૂ.0.85 ઘટી રૂ.10.65 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.702ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.730 અને નીચામાં રૂ.634ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 વધી રૂ.714.50 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં
રૂ.580 અને નીચામાં રૂ.430 રહી, અંતે રૂ.26.50 ઘટી રૂ.526.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.435.50ના ભાવે ખૂલી, રૂ.30 ઘટી
રૂ.504 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.856ના ભાવે
ખૂલી, રૂ.85 વધી રૂ.1,143 થયો હતો.
