Maharashtra

કોમોડિટી માર્કેટ પર રાષ્ટ્રીય સ્તરની એજ્યુકેશનલ ક્વીઝ ‘કોમક્વેસ્ટ-2023’ યોજાઈ

એમસીએક્સ-આઈપીએફ દ્વારા આયોજિત કોમક્વેસ્ટ-2023 સ્પર્ધાની આ 5મી આવૃત્તિમાં ભારતભરની 400થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 6,700 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ

મુંબઈઃ એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની કોમોડિટી માર્કેટ પરની આગવી એજ્યુકેશનલ ક્વીઝ – ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સ્પર્ધામાં ભારતભરના 152 શહેરોની 400થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 6,700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 2,650 જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષની સ્પર્ધામાં આ અગાઉ યોજાયેલી તમામ આવૃત્તિની તુલનામાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023 ક્વીઝનો ગ્રાન્ડ ફિનાલે મુંબઇમાં વિલે પાર્લે સ્થિત પ્રતિષ્ઠિત એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ખાતે યોજવામાં આવ્યો હતો.

એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ એ ભારતની કંપનીઓના ભવિષ્યના લીડર્સ એવા યુવાનો અને વિદ્યાર્થીઓમાં કોમોડિટી બજારો વિશે જ્ઞાન અને જાગરૂકતા લાવવાના હેતુ સાથે વર્ષ 2019માં તેની કલ્પના કરવામાં આવી હતી અને તેને તૈયાર કરવામાં આવ્યું હતું. ચાર આવૃત્તિઓ જેટલા ટૂંકા ગાળામાં જ આ ક્વીઝે વેગ પકડ્યો છે અને આ પ્લેટફોર્મે હજારો વિદ્યાર્થીઓને નાણાબજારોમાં મૂલ્ય શ્રૃંખલાનાં નિર્માણમાં એક્સચેન્જો દ્વારા ભજવવામાં આવતી નિર્ણાયક ભૂમિકાને સમજાવવા અને તેઓને કોમોડિટી ઈકોસિસ્ટમ સાથે જોડવાનું સક્ષમ બનાવ્યું છે.

આ કોમક્વેસ્ટ ક્વીઝ ઈવેન્ટ કોમોડિટી બજારની ફલકમાં નાણાકીય સાક્ષરતા ફેલાવવા માટે એમસીએક્સ-આઈપીએફ દ્વારા ચાલી રહેલા જાગૃતિ અભિયાનનો એક ભાગ છે અને ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ કોમોડિટી માર્કેટ ઈકોસિસ્ટમ વચ્ચે મજબૂત જોડાણ નિર્માણ કરવા માટેનું એક મોટું પગલું છે.

ભાગ લેનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન કસોટી અને એક મહિના દરમિયાનના પ્રારંભિક બે રાઉન્ડમાં યોજાયેલા ઇન્ટરેક્શન્સ દ્વારા કોમોડિટી બજાર વિશેની તેમની જાણકારીના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધાનાં 8 ફાઇનાલિસ્ટમાં વિનોદ ગુપ્તા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈટી ખડગપુર), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઈઆઈએફટી) કોલકાતા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઈઆઈએફટી) દિલ્હી, ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (એફએસએમ) નવી દિલ્હી, હિન્દુસ્તાન યુનિવર્સિટી (એચયુ) પાદુર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ (એનઆઈએસએમ) રાયગઢ, એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ (એસપીજેઆઈએમઆર) મુંબઇ, સિમબાયોસિસ સેન્ટર ફોર મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (એસસીએમએચઆરડી) પૂણેનો સમાવેશ થાય છે. ફિનાલેમાં વિજેતાઓ અને ફાઇનાલિસ્ટોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

એમસીએક્સના એમડી અને સીઇઓ શ્રી પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતુ કે, “એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ ક્વીઝ એ આવતીકાલના યુવા આગેવાનોને કોમોડિટી બજારો વિશે શિક્ષિત કરવાનો અને જાગૃત્તિ નિર્માણ કરવા માટેનો વિશિષ્ટ અભિગમ છે. ક્વીઝની આ પહેલાની આવૃત્તિઓની તુલનામાં આ આવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, જે કોમોડિટી બજારો તરફે આ પ્લેટફોર્મ મારફત ઉત્પન્ન થયેલી અને વધી રહેલી રુચિને દર્શાવે છે. અમે આ આવૃત્તિમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ.”

કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ વિશેના વિશાળ કવરેજ અને લોક જાગૃત્તિની ખાતરી રાખતા ઈટીનાવ ન્યૂઝ ચેનલના સહયોગમાં ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *