Maharashtra

ગોદરેજ પ્રોપર્ટીએ મુંબઈના ચેમ્બૂરમાં આવેલ રાજ કપૂરનો બંગલો ખરીદ્યો!

મુંબઈ
ગોદરેજ જૂથની રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝે બોલિવૂડના શોમૈન કહેવાતા રાજ કપૂરનો ચેમ્બરમાં આવેલ બંગલો ખરીદી લીધો છે. કંપની આ જમીન પર પ્રીમિયમ રેસિડેંશિયલ પ્રોપર્ટી ડેવલપ કરશે. ગોદરેજ પ્રોપર્ટીઝે સ્ટોક્સ એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ ડીલની જાણકારી આપી છે. રાજ કપૂરનો આ બંગલો ચેમ્બૂરના દ્યોનાર ફાર્મ રોડ પર આવેલ છે, જે ટાટા ઈંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિઝ પાસે આવેલ છે. આ ડીલ પર ગોદરેજ પ્રોપર્ટીઝના સીઈઓ ગૌરવ પાંડેએ કહ્યું કે, આ આઈકોનિક પ્રોજેક્ટને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા પર અમને અત્યંત ખુશી થઈ રહી છે અને તેના માટે અમે કપૂર ફેમિલીના આભારી છીએ, જેમણે અમારા પર વિશ્વાસ કર્યો અને અવસર આપ્યો. તેમણે કહ્યું કે, હાલના વર્ષોમાં પ્રીમિયમ પ્રોજેક્ટ્‌સ માટે ડિમાન્ડમાં તેજી જાેવા મળી રહી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે ચેમ્બૂરમાં પગ માંડવામાં મદદ મળશે. અમે અહીં શાનદાર રેસિડેંશિયલ પ્રોજેક્ટ ડેવલપ કરીશું અને જે રેસિંડેટ્‌સ માટે લોંગ ટર્મ વૈલ્યૂ ઊભી કરશે સાથે આ સાઈટને જે મહત્વ છે, તેને સેલીબ્રેટ કરી શકશે. ગોદરેજ પ્રોપર્ટીઝે ફાઈલિંગમાં કહ્યું કે, આ જમીન રાજ કપૂરના ઉત્તરાધિકારી કપૂર ફેમિલી પાસેથી ખરીદ્યું છે. આ જમીન કરાર પર રાજ કપૂરના દીકરા અને એક્ટર રંધીર કપૂરે કહ્યું કે, ચેમ્બરમાં આવેલ આ રેસિડેંશિયલ પ્રોપર્ટી અમારા પરિવાર માટે ખૂબ જ ઈમોશનલ અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. અમને ફરી એક વાર ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે જાેડાવા પર ખુશી થઈ રહી છે. જે આ લોકેશનના વિકાસ માટે આગળના તબક્કા માટે તેના સમૃદ્ધ વિરાસતને આગળ લઈ જશે. આપને જણાવી દઈએ કે, ૨૦૧૯માં ગોદરેજ પ્રોપર્ટીઝના ચેમ્બરમાં આવેલ આર કે સ્ટૂડિયોને કપૂર ફેમિલીથી ખરીદ્યો હતો. જેના પર ગોદરેજ આરકેએસના નામથી પ્રીમિયમ મિક્સ્ડ યૂઝ પ્રોજેક્ટ ડેવલ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ૨૦૨૩માં ડિલીવર કરવામાં આવશે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *