સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં
કોમોડિટી વાયદાઓમાં રૂ.7102 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13869 કરોડનું
ટર્નઓવરઃ બુલડેક્સ વાયદાઓમાં રૂ.9 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,71,967 સોદાઓમાં કુલ રૂ.20,980.05 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7102.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13868.71 કરોડનો
હતો.
દરમિયાન, એક્સચેન્જના પ્લેટફોર્મ પર ચાંદીના વિવિધ વાયદાઓમાં કુલ 169.5 મે.ટનની ઓલ ટાઈમ હાઈ
ડિલિવરી નોંધાઈ હતી, જેમાં ચાંદી 30 કિલો માર્ચ કોન્ટ્રેક્ટમાં 133 મે.ટન, ચાંદી-મિની 5 કિલો ફેબ્રુઆરી
કોન્ટ્રેક્ટમાં 16 મે.ટન અને ચાંદી-માઈક્રો 1 કિલો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટમાં 21 મે.ટનની ડિલિવરીનો સમાવેશ થાય છે.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 71,221 સોદાઓમાં કુલ રૂ.4,129.13 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.54,935ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,034 અને નીચામાં રૂ.54,887 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.50 ઘટી રૂ.54,972ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.79 ઘટી રૂ.43,999 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,437ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,010ના ભાવે ખૂલી, રૂ.58 ઘટી રૂ.55,019ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના
વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,703ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં
રૂ.62,102 અને નીચામાં રૂ.61,586 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.203 ઘટી રૂ.62,003 ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.281 ઘટી રૂ.62,268 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.266
ઘટી રૂ.62,313 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,106 સોદાઓમાં રૂ.1,564.83 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.205.25 અને જસત માર્ચ વાયદો રૂ.0.60 વધી રૂ.263ના
ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.4.65 વધી રૂ.749.60 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી
રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,182 સોદાઓમાં કુલ રૂ.1,400.28 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,405ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,405 અને
નીચામાં રૂ.6,320 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.46 ઘટી રૂ.6,363 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.10 ઘટી રૂ.217.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 45 સોદાઓમાં રૂ.7.86 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,200 અને નીચામાં
રૂ.63,020 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 ઘટી રૂ.63,080ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 ઘટી રૂ.1031.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,685.75 કરોડનાં
3,064.470 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,443.38 કરોડનાં 393.993 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.740.58 કરોડનાં 11,63,300 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.628 કરોડનાં 28426250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.6.97 કરોડનાં 1104 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.0.89 કરોડનાં 8.64 ટનના વેપાર થયા
હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,855.455 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 884.753 ટન, ક્રૂડ તેલમાં 858200 બેરલ અને નેચરલ ગેસમાં 40575000
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 9456 ખાંડી, મેન્થા તેલમાં 385.92 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.9.24 કરોડનાં 125
લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 14,780ના સ્તરે ખૂલી, 38 પોઈન્ટ ઘટી 14,798ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,868.71 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.862.07 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.235.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,611.42 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,159.21
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.263.34 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.152 ખૂલી, ઊપરમાં રૂ.154.50 અને નીચામાં રૂ.117 રહી, અંતે રૂ.21.70 ઘટી રૂ.135.40 થયો હતો. જ્યારે સોનું
માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.140 ખૂલી, ઊપરમાં રૂ.140 અને
નીચામાં રૂ.115 રહી, અંતે રૂ.18.50 ઘટી રૂ.130 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઊપરમાં રૂ.15.20 અને નીચામાં રૂ.12.70 રહી, અંતે
રૂ.0.60 ઘટી રૂ.13.15 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.255 ખૂલી, ઊપરમાં રૂ.255 અને નીચામાં રૂ.206 રહી, અંતે રૂ.40 ઘટી રૂ.219 થયો હતો. ચાંદી-મિની
એપ્રિલ રૂ.64,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,008.50 ખૂલી, ઊપરમાં રૂ.1,067
અને નીચામાં રૂ.924 રહી, અંતે રૂ.133 ઘટી રૂ.1,042.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.108 ખૂલી, ઊપરમાં રૂ.142.60 અને નીચામાં રૂ.97 રહી, અંતે રૂ.16.70 વધી રૂ.122.10 થયો હતો.
જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.55
ખૂલી, ઊપરમાં રૂ.16.60 અને નીચામાં રૂ.13.30 રહી, અંતે રૂ.0.45 વધી રૂ.16 થયો હતો. સોનું માર્ચ રૂ.54,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.166 અને નીચામાં રૂ.135.50 રહી,
અંતે રૂ.14 ઘટી રૂ.139 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.2,250 ખૂલી, ઊપરમાં રૂ.2,250 અને નીચામાં રૂ.1,750 રહી, અંતે રૂ.29 વધી રૂ.1,784 થયો હતો.
સોનું-મિની માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.110 ખૂલી, ઊપરમાં
રૂ.159 અને નીચામાં રૂ.105 રહી, અંતે રૂ.5.50 વધી રૂ.127 થયો હતો.
