મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,53,081 સોદાઓમાં કુલ રૂ.22,460.1 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,572.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13829.81
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,436 સોદાઓમાં રૂ.5,341.34 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,700ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,955 અને નીચામાં રૂ.59,651ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
કોઈ ફેરફાર વગર રૂ.59,860ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.109 વધી
રૂ.48,191 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.6,013ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન
વાયદો 10 ગ્રામદીઠ રૂ.31 ઘટી રૂ.59,887ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,841ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.71,151 અને નીચામાં રૂ.70,622ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.343 ઘટી
રૂ.70,743ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.350 ઘટી રૂ.70,846 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.342 ઘટી રૂ.70,839 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 18,806 સોદાઓમાં રૂ.1,702.19 કરોડના વેપાર થયા હતા.
તાંબુ મે વાયદો રૂ.695.70ના ભાવે ખૂલી, રૂ.3.15 વધી રૂ.696.70 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી
રૂ.207.50 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.3.40 ઘટી રૂ.204ના
ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.207.95 સીસુ-
મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.180.95 જસત-મિની મે વાયદો રૂ.3.60 ઘટી રૂ.203.20 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,880 સોદાઓમાં રૂ.1,509.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,152ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,159 અને
નીચામાં રૂ.6,044ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.62 ઘટી રૂ.6,049 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.62 ઘટી રૂ.6,051 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.200ના ભાવે
ખૂલી, રૂ.1.40 ઘટી રૂ.195.70 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.4 ઘટી 195.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.18.81 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,020ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,780 અને નીચામાં
રૂ.57,020ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.400 ઘટી રૂ.57,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.80 ઘટી રૂ.944.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,130.80 કરોડનાં
5,228.340 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,210.54 કરોડનાં 311.183 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.621.41 કરોડનાં 10,18,680 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.888.30 કરોડનાં 4,21,04,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.181.65 કરોડનાં 8,790 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.39.19 કરોડનાં 2,146 ટન તાંબાના વાયદાઓમાં રૂ.852.81 કરોડનાં 12,205 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.628.54 કરોડનાં 30,318 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.79 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.02 કરોડનાં 52.56
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,505.544 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 742.728 ટન, તાંબાના વાયદાઓમાં 20,307.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 19,575 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,679 ટન તથા જસત અને જસત-મિનીમાં
32,193 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,65,900 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,88,63,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
21,456 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 253.8 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.58.24 કરોડનાં 724 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 655 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,043 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,115 અને નીચામાં 16,007 બોલાઈ, 108 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ ઘટી 16,081
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13829.81 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4338.17 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.520.02 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8133.46 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.831.06
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.245.82 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.218ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.239 અને નીચામાં રૂ.185.30ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29.50 ઘટી રૂ.188.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.210 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17 ખૂલી, ઉપરમાં રૂ.17.40 અને નીચામાં રૂ.15.65 રહી,
અંતે રૂ.0.05 વધી રૂ.16 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.55ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.70 અને નીચામાં રૂ.30ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.52.50 ઘટી રૂ.42.50 થયો હતો,
જ્યારે સોનું-મિની મે રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.6.50 ખૂલી, ઊપરમાં રૂ.7
અને નીચામાં રૂ.2.50 રહી, અંતે રૂ.12.50 ઘટી રૂ.4 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,521ના ભાવે ખૂલી, રૂ.137.50 ઘટી
રૂ.1,425 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,087ના ભાવે
ખૂલી, રૂ.105 ઘટી રૂ.1,400.50 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.0.70 વધી રૂ.17.06 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.151.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.196 અને નીચામાં રૂ.143.20ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.70 વધી રૂ.191.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.75 ખૂલી, ઉપરમાં રૂ.10.20 અને નીચામાં રૂ.5.75 રહી, અંતે રૂ.0.25
વધી રૂ.9.90 થયો હતો.
સોનું મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.12ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.12 અને નીચામાં રૂ.1ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.50 ઘટી રૂ.2.50 થયો હતો, જ્યારે
સોનું-મિની મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.15.50 ખૂલી, ઊપરમાં રૂ.15.50
અને નીચામાં રૂ.1 રહી, અંતે રૂ.13 ઘટી રૂ.2 થયો હતો.
ચાંદી જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,400.50ના ભાવે ખૂલી, રૂ.209
વધી રૂ.1,527.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,400ના ભાવે ખૂલી, રૂ.218 વધી રૂ.1,456 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.3.45 વધી રૂ.14.65 થયો હતો.
