Maharashtra

‘તારક મહેતા’ના મેકર્સે જેનિફરના આરોપો પર તોડી ચુપ્પી

મુંબઈ
પ્રખ્યાત રિયાલિટી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અવાર-નવાર કોઈને કોઈ વિવાદોમાં ફસાયેલો જાેવા મળે છે. થોડા દિવસો પહેલા આ શો છોડીને જઈ ચુકેલા એક્ટર શૈલેશ લોઢાએ મેકર્સ પર પેમેન્ટ ના આપવાનો આરોપ લગાવ્યો હતો. વળી, હવે ્‌સ્ર્દ્ભંઝ્ર ની ‘રોશન ભાભી’ એટલે જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી પર સેક્શુઅલ હેરેસમેન્ટનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. વળી, હવે જેનિફરના આરોપો પર મેકર્સની તરફથી પણ રિએક્શન સામે આવ્યું છે. મેકર્સ હવે જેનિફર સામે કડક પગલાં લેવાની વાત કરી રહ્યા છે. જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તેણીએ માર્ચ મહિનામાં જ શો છોડી દીધો હતો કારણ કે શૂટિંગ સેટ પર તેની સાથે યૌન ઉત્પીડનની ઘટના બની હતી. તે જ સમયે, હાલમાં જ શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રહેમાનીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. સોહિલેકહ્યું છે કે, જેનિફરના આરોપો ખોટા છે. સાથે જ ઉમેર્યુ કે, ‘અમે તેને ત્રણ મહિના પહેલા જ શોમાંથી કાઢી દીધી હતી અને હવે તે ડેસ્પરેટ થઈ રહી છે. તેને કામ નથી મળી રહ્યુ અને તેણી અમને બ્લેકમેલ કરી રહી છે. આ તેની સસ્તી પબ્લિસિટી છે.’ તેણે જેનિફરના વર્તન પર કહ્યુ- ‘તે અમારી સાથે ૧૫ વર્ષથી કામ કરી રહી છે. શૂટિંગમાં બહુ બધાં ઉતાર-ચઢાવ આવે છે. અમે તેની તમામ ભૂલોને ઈગ્નોર કરી છે. તેણી બીજાને ઝઘડાં કરાવતી હતી, કલાકો મોડી આવતી હતી, એક બીજામાં ગેરસમજ ઉભી કરાવતી હતી. અમારી પાસે તેની સામે ઘણાં પુરાવા પણ છે.’ જણાવી દઈએ કે જેનિફરે પણ સોહિલ પર આરોપ લગાવ્યો હતો. તેણીએ કહ્યું હતું કે ૪ માર્ચે સોહિલે તેને ચાર વખત સેટ છોડવા કહ્યું હતું. જેનિફરે કહ્યું કે, જ્યારે તેણી પરવાનગી લઈને તમામ કામ કરતી હતી ત્યારે તેનું અપમાન કરવામાં આવતું હતું. આ આરોપ પર સોહિલે કહ્યું, ‘આ ખોટું છે. તેણે ૨ વાગે જવાની પરવાનગી લીધી હતી પરંતુ તે દિવસે જવા માટે કહ્યું ન હતું. મેં તેના માટે આખું શિડ્યુલ બદલી નાખ્યું હતું, તે ખોટું બોલી રહી છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *