Maharashtra

દીપક ચહરની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈ
ક્રિકેટર દીપક ચહરના પિતા લોકેન્દ્ર ચહરે આગરાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના માનસરોવર કોલોનીમાં રહે છે. ત્યાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે ‘પારીખ સ્પોર્ટ્‌સ એન્ડ શોપના માલિક ધ્રુવ પારીખના પિતા કમલેશ પારીખને બૂટનો બિઝનેસ છે. મારી પુત્રવધૂ જયા ભારદ્વાજ આમાં પાર્ટનરશિપ માટે ઓનલાઇન લીગલ એગ્રીમેન્ટ કર્યો હતો. નેટ બેંકિંગથી આરોપીઓને ૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી તેમની નિયત ખરાબ થઈ ગઈ હતી અને પૈસા પરત નથી આપ્યા.’ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ અધિકારી અને તેના પુત્રએ આપી છે. વાત એમ છે કે એસોસિયેશનના પૂર્વ અધિકારી અને તેના પુત્રએ બિઝનેસના નામે જયા પાસેથી ૧૦ લાખ રૂપિયા લીધા હતા. આ પછી તેઓએ બિઝનેસ શરૂ કર્યો નહોતો. તો જયાએ તે પૈસા પરત માગ્યા હતા. તો આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. દીપક ચહરના પિતાએ આ મામલે કેસ દાખલ કર્યો છે. લોકેન્દ્ર ચહરે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કમલેશ પારીખ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં રાજ્યની ક્રિકેટ ટીમનો મેનેજર છે. પુત્ર ધ્રુવ પારીખની આગરાના એમજી રોડ પર પારીખ સ્પોર્ટ્‌સ નામની ફર્મ છે. પૈસા પાછા માગવા પર આરોપીઓ તેમની ઉચ્ચ પહોંચ બતાવીને ધમકીઓ આપી રહ્યા છે. એવો આરોપ છે કે આરોપીઓ ગંદી ગાળો આપી રહ્યા છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેસ નોંધ્યા બાદ હરિપર્વત પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ ફર્મના માલિકોની પણ માહિતી એકઠી કરી રહી છે. દીપકની પત્ની જયા દિલ્હીની રહેવાસી છે. જયા અને ક્રિકેટર દીપક ચહરે ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યાં હતાં. ચહર ઈન્ડિયન પ્રીમિયર લીગની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. ચેન્નાઈએ તેને ૧૪ કરોડમાં ફરી ટીમમાં સામેલ કર્યો છે. જાેકે દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *