Maharashtra

દેવ આનંદના દાવાને જુઠો બતાવ્યો જીનત અમાને, સંબંધો અંગે જણાવ્યું આ સત્ય

મુંબઈ
પીઢ અભિનેત્રી ઝીનત અમાને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. ત્યારથી, અભિનેત્રી સતત તેની તસવીરો અને તેની સાથે જાેડાયેલી રસપ્રદ વાતો સિનેમાં લવર્સ અને તેમના ફેન્સને શેર કરી રહી છે. ૭૧ વર્ષીય ઝીનત અમાને વર્ષો પછી રાજ કપૂર સાથેના તેના અફેર અંગે મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ કપૂર સાથે તેમને કોઈ સંબંધ ન હતા. ઉપરાંત, અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, દેવ આનંદે તેમના પુસ્તક ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં તેના અને રાજ કપૂરના સંબંધો વિશે જે પણ લખ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન જ્યારે રાજ કપૂરને તેમના સંબંધો વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ‘રાજ કપૂરે મને ‘સત્યમ શિવમ સુંદરમ’ માટે સાઈન કરી હતી અને હું તેમની ફિલ્મની એક એક્ટ્રેસ તરીકે જ કામ કરતી હતી. મે તેમની સાથે ક્યારેય કોઈ બીજા સંબંધ નથી રાખ્યા. અમારો હંમેશા ડિરેક્ટર અને એક્ટ્રેસનો સંબંધ રહ્યો હતો જેને લોકોએ ખોટો સમજ્યો હતો. દેવ આનંદ વિશે વાત કરતાં ઝીનતે કહ્યું, ‘મને દેવ આનંદના દૃષ્ટિકોણ વિશે ખબર નથી. પરંતુ હું હકથી કહું છું કે, આ વાતે તેઓ બિલકુલ ખોટા હતા. આ તમામ બાબતો હુું મારા પુસ્તકમાં લખીશ. હું દેવ સાહેબને માન આપું છું, પણ તેમની વાત સત્ય ન હતી. ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં શું લખ્યું છે? .. તે જાણો.. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૭માં દેવ આનંદે પોતાની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતુ કે, ‘તે ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’ દરમિયાન ઝીનતના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ ત્યારબાદ રાજ કપૂરે તેને ‘સત્યમ શિવમ સુંદરમ’ ઓફર કરી અને તે તેની નજીક આવ્યા. દેવ આનંદે તેમના પુસ્તકમાં લખ્યું હતુ કે, તેઓ ઝીનતને પ્રપોઝ કરવાના હતા, પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રાજ કપૂર તેમની સાથે હતા, તેથી તેમણે જીનતને ફરીથી પ્રપોઝ ન કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *