મુંબઈ
ભારતીય ક્રિકેટ જગતના ઉભરતા સિતારા બેટ્સમેન પૃથ્વી શૉ પર તાજેતરમાં જ કેટલાક લોકો દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. તે તેના મિત્ર સાથે હતો ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ લોકો પોતાને ફેન્સ ગણાવી સેલ્ફી લેવા પૃથ્વી શૉ પાસે આવ્યા હતા પરંતુ સામે પક્ષે પૃથ્વીએ પોતાના પ્રાઈવેટ ટાઈમમાં સેલ્ફી લેવાની ના પાડતા હંગામો શરૂ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરોમાં જાણીતી ઇન્ફ્લુએંસર સપના ગિલ (જીટ્ઠॅહટ્ઠ ય્ૈઙ્મઙ્મ)નો પણ સમાવેશ થાય છે. પૃથ્વી શૉ કાંડમાં સપના ગિલનું નામ ઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કેટલાક લોકો પૃથ્વી શૉની કાર પર હુમલો કરતા જાેવા મળી રહ્યા છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ કેમેરામાં તમામ હરકતો સાથે એક નામ વારંવાર સંભળાઈ રહ્યું છે અને આ નામ છે સપના ગિલનું. પૃથ્વી શૉએ યુવતી પાસેથી છીનવી લીધો ફોન ઃ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પૃથ્વી શૉ સાથે ફોટો પડાવવા માંગતા હતા પરંતુ ક્રિકેટરે ના પાડી દીધી અને જ્યારે ના પાડવા છતાં પણ આ લોકો રાજી ન થયા તો ક્રિકેટરે યુવતીના હાથમાંથી ફોન છીનવી લીધો. સપના ગિલ અને પૃથ્વી શોની ફાઈટ ઃ વીડિયોમાં આ યુવતી સાથે તેના અન્ય ઘણા મિત્રો પણ જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં આ યુવતીને સપના-સપના કહીને તેના મિત્રો રોકી રહ્યા છે. વીડિયોમાં સપના પણ પૃથ્વી સાથે જાેરદાર રીતે લડતી-ઝઘડતી જાેવા મળી રહી છે. કોણ છે સપના ગિલ ? પૃથ્વી શૉના વીડિયોમાં દેખાતી આ યુવતીનું નામ સપના ગિલ કહેવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર છે. સેલિબ્રિટીઝ સાથે સપના ગિલના ૈંહજંટ્ઠ ઇીીઙ્મજ ઃ સપના ગિલ પણ ઘણી સેલિબ્રિટી સાથે રીલ કરતી જાેવા મળી છે. બિગ બોસ ફેમ અલી ગોની સાથે તેનો ફોટો અને રીલ પણ વાયરલ થઈ હતી.


