Maharashtra

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સેલેબ્સનો મેળાવડો, પતિ સાથે જાેવા મળી સના ખાન

મુંબઈ
દર વર્ષે રમઝાન મહિનામાં યોજાતી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં બોલિવૂડ અને ટીવી સાથે જાેડાયેલા સ્ટાર્સનો મેળાવડો રહે છે. ઈફ્તાર પાર્ટીમાં સેલિબ્રિટી ટ્રેડિશનલ લુકમાં જાેવા મળ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરવા માટે એન્ટ્રી ગેટ પર બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકી હાજર હતા. સલમાન દર વર્ષે બાબા સિદ્દીકીની પાર્ટીમાં દેખાય છે. આ ખાસ અવસર પર તેણે સ્ટાઇલિશ બ્લેક કુર્તો અને પાયજામા પહેર્યો હતો. બ્લેક લુકમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. પ્રવેશતાની સાથે જ પાપારાઝીએ તેને ‘ભાઈજાન ભાઈજાન’ કહેવાનું શરૂ કર્યું. બાબા સિદ્દીકી અને ઝીશાને તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ત્રણેય એકસાથે પોઝ આપ્યા હતા. સના ખાન પોતાના પતિ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી. પૂજા હેગડેએ સુંદર કાળી સાડી પહેરી હતી. બીજી તરફ શહનાઝ ગીલે રેડ કલરનો હેવી વર્ક સલવાર સૂટ પહેર્યો હતો. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં રોકસ્ટાર ફેમ નરગીસ ફકરી પણ જાેવા મળી હતી. તે ડ્રેસ પહેરીને ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સીરિયલ કિસર ચાર્મીંગ બોય ઈમરાન હાશમીએ પણ એન્ટ્રી મારી હતી, ઈમરાને શેરવાણી પહેરીને તમામનું ધ્યાન તેના તરફ ખેચ્યું હતુ. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં, શુભાષ ઘાઈ પ્રિયંકા ચહર ચૌધરી, અંકિત ગુપ્તા, ગૌહર ખાન, જ્યોજીર્ીયા, કુબ્રા સેન્ટ, ઝૈદ ખાન આ ઉપરાંત ટીવી કલાકારોમાં ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, એમસી સ્ટેન, મુનાવર ફારૂકી, રશ્મિ દેસાઈ, ઉર્વશી ધોળકિયા, નેહા શર્મા સહિત અન્ય સેલેબ્સ જાેવા મળ્યા હતા.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *