Maharashtra

બોમ્બે હાઈકોર્ટમાં કાયદામંત્રી કિરેન રિજિજૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અરજી!

મુંબઈ
બોમ્બે લોયર્સ એસોસિએશને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધ ન્યાયપાલિકા પર તેમણે હાલમાં આપેલા નિવેદન માટે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે, બોમ્બે હાઈકોર્ટ ધનખડ અને રિજિજૂને તેમને પોતાના અધિકારિક કર્તવ્યોનું ર્નિવહન કરતા રોકે અને ઘોષિત કરે કે, બંને પોતાના સાર્વજનિક આચારણ અને પોતાના નિવેદનોના માધ્યમથી ભારતીય સંવિધાનમાં વિશ્વાસની કમી જાેતા પોતાના સંવૈધાનિક પદને ધારણ કરવા માટે અયોગ્ય છે. બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીમાં કહેવાયુ છે કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ પોતાના બિન જવાબદાર નિવેદનોથી સાર્વજનિક રીતે સર્વૌચ્ચ ન્યાયાલયની પ્રતિષ્ઠાને ઘટાડી છે. આપને જણાવી દઈએ કે, કિરેન રિજિજૂએ વારંવાર કોલેજિયમની પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. ત્યાં સુધી કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ન્યાયપાલિકાની શક્તિ પર મૂળ સંરચના સિદ્ધાંતનો હવાલો આપતા સવાલો ઊભા કર્યા અને દ્ગત્નછઝ્ર અધિનિયમને રદ કરવાના તેમના ર્નિણયને ગંભીર પગલું ગણાવ્યું હતું. બંને વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં કહેવાયુ છે કે, સંવિધાન અંતર્ગત ઉપલબ્ધ કોઈ પણ ઉપાયનો ઉપયોગ કર્યા વિના સૌને અપમાનજનક અને અમર્યાદિત ભાષામાં ન્યાયપાલિકા પર સામેથી હુમલો કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીએ સાર્વજનિક મંચ પર ખુલ્લામાં કોલેજિયમ સિસ્ટમ અને માળખાગત ઢાંચાના સિદ્ધાંત પર હુમલો કર્યો છે. સંવૈધાનિક પદ પર બેઠેલા જવાબદાર લોકો તરફથી આવી રીતે અશોભનિય વ્યવહાર મોટા પાયે જનતાની નજરમાં સુપ્રીમ કોર્ટની મહિમાને ઘટાડી રહી છે.

File-01-Page-09-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *