મુંબઈ
બોલિવુડ એકટ્રેસ મલાઈકા અરોરા અને એકટર અર્જુનકપુર પોતાના સંબંધોને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. કપલ છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફેન્સ પણ બન્નેના લગ્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે આ મામલે એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ ખુલીને ચર્ચા કરી છે. લોકો વિચારે છે કે હું બીજીવાર લગ્ન કરવા તૈયાર નથી. પરંતુ આ સાચું નથી. હું લગ્નના આ સંબંધમાં વિશ્વાસ રાખુ છું હું એ વાતનો તો જવાબ નથી આપી શકતી કે હૂં કયારે બીજી વાર લગ્ન કરીશ કારણ કે હું જીંદગીમાં કોઈ ભાગને સરપ્રાઈઝ તરીકે છોડવામાં વિશ્વાસ રાખુ છું નહીં કે વધુ પ્લાનીંગ કરવામાં.મલાઈકા મોટી વાત કરે છે તે કહે છે કે, જીંદગીના બારામાં વધુ પ્લાનીંગ જીંદગીની મજાને બગાડી નાખે છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા ૪૯ વર્ષની છે તો અર્જુન ૩૭ વર્ષનો છે. મલાઈકાને પોતાની જાત પર એટલો તો વિશ્વાસ છે કે તે કહે કે આવનારા ૩૦ વર્ષ સુધી તે આમ જ કામ કરતી રહેશે. હું ઘરમાં બેસી રહેવા નથી માંગતી તેમ તે કહે છે.


