Maharashtra

મુંબઇમાં અચાનક ૪૦૦ બસ રસ્તા પર દોડતી થઈ બંધ ગઈ?!..

મુંબઇ
છેલ્લા ૨ મહિનામાં મુંબઈમાં એક બાદ એક ૩ બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. તેને જાેતા અચાનક ૪૦૦ બસ બંધ કરીનો ર્નિણય બેસ્ટે લીધો છે. બેસ્ટ મેનેજમેન્ટ તરફથી અચાનક લેવામાં આવેલા આ ર્નિણયથી મુંબઈકરો પર મોટી મુશ્કેલી આવી પડી છે. તેનું કારણ છે કે દરરોજ ૩૦ લાખથી વધારે મુંબઈગરાઓ બસમાં મુસાફરી કરે છે. બેસ્ટ મેનેજમેન્ટે આ ર્નિણય માટે આગળ પણ કારણ જણાવ્યું છે. તે રીતે જ મુંબઈના રસ્તા પર આવતીકાલથી રસ્તા પર ૪૦૦ બસ ઓછી દોડશે. આ બસ કોન્ટ્રાક્ટ પર મુંબઈવાસીઓની સેવામાં લાગી હતી. સતત સીએનજી બસમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી હતી. બુધવારે પણ અંધેરીના આગરકર ચોકમાં એક બસમાં ભીષણ આગ લાગી હતી. બસ સ્ટોપ પર આ બસ ખાલી થઈ રહી હતી, જેવી બાસ ખાલી થઈ ગઈ તેમાં અચાનક આગ લાગી અને બસ બળીને ખાખ થઈ ગઈ. માતેશ્વરી નામના કોન્ટ્રાક્ટર તરફથી આ બસની સુવિધાઓ આપવામાં આવી રહી છે. બેસ્ટ મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી આ ૪૦૦ બસને રસ્તા પરથી હટાવવાનો આદેશ આપી દીધો છે. ટાટા માર્કોપોલો કંપની પાસેથી લેવામાં આવેલી આ બસ મુંબઈમાં બેસ્ટના અલગ અલગ ડેપોમાંથી ચલાવવામાં આવી રહી હતી. સવારથી અચાનક ૪૦૦ બસ રસ્તા પર ઓછી દોડવાથી મુસાફરોને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો. બેસ્ટની આ બસ પ્રતીક્ષાનગર, સાંતાક્રૂજ, મરોલ અને ધારાવીના ૪ ડેપોથી ચલાવવામાં આવી રહી હતી. આ તમામ બસો નોન એસી અને સીએનજીથી ચાલતી હતી. બેસ્ટ પરિવહન વિભાગે નક્કી કર્યુ છે કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર તરફથી આગ લાગવાની ઘટના બીજી વખત ના બનવાનું આશ્વાસન ના મળે ત્યા સુધી આ બસોને બીજી વખત ઉપયોગમાં લેવામાં આવશે નહીં. સૌથી વધારે મુશ્કેલી પ્રતીક્ષાનગર ડેપોથી જાેડાયેલા મુસાફરોને ઉઠાવવી પડશે. આ પ્રકારની ૧૦૦ બસો અહીંથી ચલાવવામાં આવે છે. આ રીતે આવતીકાલથી ૪ ડેપોથી લગભગ ૩૬ રૂટ પર આ બસ રસ્તા પર ના ઉતારવાથી મુસાફરોને મુશ્કેલી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *