Maharashtra

રાખી સાવંતના ભાઈની પોલીસે કરી ધરપકડ, આ વ્યક્તિએ કરી ફરિયાદ, શું છે સમગ્ર મામલો..

મુંબઈ
રાખી સાવંત પોતાના કામથી વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. તેણી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણી પોતાના ભાઈ રાકેશ સાવંતને લઈને ચર્ચામાં આવી છે. હકીકતમાં રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ એક બિઝનેસમેને તેની સામે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડી કરી હતી. રાખી સાવંતના ભાઈ રાકેશની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે. તેના ભાઈની ઓશિવારા પોલીસે ધરપકડ કરી છે. આ મામલો ત્રણ વર્ષ જૂનો છે. રાકેશ સાવંત પર એક બિઝનેસમેને ચેક બાઉન્સ થતાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો. ત્યારે પૈસા પરત કરવાની શરતે કોર્ટે રાકેશ સાવંતને જામીન આપ્યા હતાં. પરંતુ, તેણે હજુ સુધી પૈસા પરત કર્યા નથી. તેથી કોર્ટે ફરી તેની સામે અરેસ્ટ વોરંટ જારી કર્યુ હતુ. પોલીસે હાલમાં જ રાકેશ સાવંતની ધરપકડ કરી અને ૨૨ મે સુધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યોછે. આ મામલે એક્ટ્રેસનું હજુ સુધી કોઈ રિએક્શન આવ્યું નથી. રાખી સાવંતના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહેછે. થોડા સમય પહેલા તેણી પોતાના એક્સ હસબન્જ આદિલ ખાનને લઈને ચર્ચામાં હતી. આદિલ પર રાખીએ ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતાં. રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, આદિલ તેની સાથે મારપીટ કરતો હતો. તે તેને દગો આપી રહ્યો હતો. રાખીએ આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ આરોપ લગાવ્યો હતો. તે સમયે રાખીનો ભાઈ રાકેશ તેની સાથે ઘણો સમય ઉભો રહ્યો હતો. રાખીના ભાઈ રાકેશે આદિલ ખાન પર આરોપ લગાવ્યો હતો કે, જે સમયે તેની માતા આ દુનિયા છોડીને જતી રહી હતી, તેમના પર દુઃખોનો પહાડ તુટી પડ્યો હતો તે સમયે આદિલે રાખી સાથે મારપીટ કરી હતી. રાકેશે આરોપ લગાવ્યો હતો કે, રાખીના પૈસાથી જ આદિલે દુબઈમાં ઘર પણ ખરીદ્યુ હતું. તે પૈસા તેણે આજસુધી પરત નથી કર્યા. એટલું જ નહીં રાકેશ અવાર-નવાર મીડિયા સામે આદિલની વિરોધમાં બોલતો જાેવા મળ્યો હતો.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *