Maharashtra

રાની મુખર્જીની નવી ફિલ્મની સ્ટોરી તો ચોક્કસ તમને રડાવી દેશે!

મુંબઈ
થોડા દિવસો પહેલા જ અભિનેત્રી રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરે સૌ કોઈને હલાવી દીધા છે, ખરેખર તેની સ્ટોરી રુંવાડા ઉભા કરી દે તેવી છે. જાે તમે આ વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે ફિલ્મમાં રાનીનું જે પાત્ર છે તેના બાળકોને નોર્વેના ચાઈલ્ડ વેલફેર દ્વારા લઈ લેવામાં આવ્યા છે. કારણકે, તેમના કહેવા અનુસાર તેણી બાળકોની યોગ્ય કાળજી નથી લઈ રહી. ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ એ વાર્તા છે કે કેવી રીતે રાનીનું પાત્ર તેના બાળકો માટે દેશની સિસ્ટમ સાથે લડે છે. નોંધનીય છે કે આ ફિલ્મ એક સત્ય ઘટના આધારિત છે. કોલકાત્તાનું એક યુગલ છે જે હકીકતમાં આ ભયાનક અનુભવમાંથી પસાર થઈ ચુક્યા છે અને પોતાના બાળકો માટે લડ્યા છે. ચાલો જાણીએ એ વ્યક્તિ વિશે જેનાથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ‘મિસિસ ચેટર્જી દૃજ નોર્વે’ કોલકાત્તાના એક કપલ પર આધારિત છે જેનું નામ અનુરૂપ-સાગરિકા ભટ્ટાચાર્ય છે. સાગરિકાએ ૨૦૦૭માં અનુજ સાથે લગ્ન કર્યા અને ૨૦૦૮માં તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ તેણે ‘અભિજ્ઞાન’ રાખ્યું. જણાવી દઈએ કે અભિજ્ઞાન ઓટિઝમ બીમારીનો શિકાર હતો અને ૨૦૧૦માં સાગરિકાના ઘરે એક દીકરીનો જન્મ થયો. નોર્વેમાં બાળકો અંગેના કાયદા ખૂબ જ કડક છે અને તેના કારણે નેગલેક્ટ’ અને ‘ઈમોશનલ ડિસ્કનેક્ટ’ના આધારે તે દેશની બાળ કલ્યાણ સેવાઓ (ઝ્રરઙ્મઙ્ઘ ઉીઙ્મકટ્ઠિી જીીદિૃૈષ્ઠીજ ઝ્રઉજી)એ અનુરુપ-સાગરિકાના બંને બાળકોનો કબજાે લીધો હતો. અને તેણે કહ્યું કે જ્યારે બાળકો ૧૮ વર્ષના થશે ત્યારે તે બાળકોને તે પાછા આપશે. ત્રણ વર્ષની આ દર્દનાક સફર ૨૦૧૩માં પૂરી થઈ જ્યારે સાગરિકા ભટ્ટાચાર્યને તેના બાળકોની કસ્ટડી પાછી મળી અને હવે, રિપોર્ટ અનુસાર, તેઓ કોલકાત્તામાં રહે છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *