Maharashtra

વિરાટ કોહલીએ લક્ઝરી વિલા કરોડોમાં ખરીદ્યો:મુંબઈના અલીબાગમાં 2000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે જગ્યા; ઋત્વિક રોશનની એક્સ વાઇફે ડિઝાઇન કર્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ હાલમાં જ મુંબઈના અલીબાગમાં આવેલા આવાસ વિલેજમાં એક લક્ઝરી વિલા ખરીદ્યો છે. વિરાટ કોહલીએ 2000 સ્ક્વેર ફૂટમાં આવેલા આ વિલાને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાથે જ આ વિલામાં 400 સ્ક્વેર ફૂટમાં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિરાટની આ બીજી પ્રોપર્ટી છે. અગાઉ પણ વિરાટ-અનુષ્કાએ ગિરાડ વિલેજમાં આવેલું એક ફાર્મહાઉસ ખરીદ્યું હતું. 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી, ઋત્વિક રોશનની એક્સ વાઇફે ડિઝાઇન કર્યો છેવિરાટ કોહલીએ ખરીદેલા આ આલીશાન વિલાની કિંમત 6 કરોડ રૂપિયા છે. જેના માટે તેઓએ 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ વિલામાં 400 સ્ક્વેર ફૂટમાં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. તો એવું પણ જાણવા મળ્યું છે કે બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પુત્રી અને ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાને આ પ્રોજેક્ટનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ રજિસ્ટ્રેશન કરાવ્યું એડવોકેટ મહેશ મ્હાત્રેના જણાવ્યા પ્રમાણે, આવાસ તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે પસંદગીનું સ્થળ છે. આવાસ માંડવા જેટીથી 5 મિનિટના અંતરે છે. સ્પીડ બોટથી હવે મુંબઈનું અંતર 15 મિનિટનું થઈ ગયું છે. મહેશ મ્હાત્રે કે જેઓ આવાસ લિવિંગ અલીબાગ એલએલપીના કાનૂની સલાહકાર તરીકે કામ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે. જેના કારણે તેમના ભાઈ વિકાસ કોહલી રજિસ્ટ્રેશનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા હતા. કોહલીએ ટ્રાન્ઝેક્શન માટે 36 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી. આ ડીલમાં વિરાટને 400 સ્ક્વેર ફૂટનો સ્વિમિંગ પૂલ પણ મળશે.વિરાટની અલીબાગમાં આ બીજી પ્રોપર્ટી છેટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અલીબાગ વિસ્તારમાં ખરીદેલી આ બીજી પ્રોપર્ટી છે. 1 સપ્ટેમ્બર 2022ના રોજ, વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ ગિરાડ વિલેજમાં 36,059 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ફાર્મહાઉસ 19.24 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ સમીરા લેન્ડ એસેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને સોનાલી રાજપૂત પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ત્યારે પણ વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલી તેમના વતી સત્તાવાર હસ્તાક્ષરકર્તા બન્યા હતા. તે વખતે તેમણે 1.15 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી.રોહિત શર્માએ પણ આ જ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી છે એક અહેવાલ મુજબ, અલીબાગમાં જમીનની સરેરાશ કિંમત પ્રતિ સ્ક્વેર ફૂટ 3,000થી 3,500 રૂપિયાની આસપાસ છે અને આ સ્થળ સેલિબ્રિટિઝ માટે વિકએન્ડમાં આવવાનું મનપસંદ સ્થળ છે. તમને જણાવી દઈએ કે માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ હાલના ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ અલીબાગમાં જમીન ખરીદી છે. રોહિત શર્માએ 2021માં મહત્રોલી ગામમાં ચાર એકર જમીન ખરીદી હતી. હાલ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વ્યસ્ત છે વિરાટ કોહલીટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં વ્યસ્ત છે. જોકે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચમાં તેઓ કંઈ ખાસ રન કરી શક્યા નથી. લિમિટેડ ઓવર્સમાં ફોર્મ મેળવી ચૂકેલા કોહલીને 1 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્દોર ટેસ્ટમાં હવે લોંગર ફોર્મેટમાં ફોર્મ પરત મેળવશે કે નહીં, તે જોવાનું રહેશે.હાલ 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. બન્ને મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પ્લેયર ઑફ ધ મેચ બન્યા હતા

ઉમંગરાવલ   મુંબઈ;-6353933736

umang-raval.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *