Maharashtra

સંજય રાઉત જમ્મુની મુલાકાત લેશે, કાશ્મીરી પંડિતોના ધરણામાં સામેલ થશે, ભારત જાેડો યાત્રામાં પણ જાેડાશે

મુંબઈ
શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉત ૧૯ જાન્યુઆરીના રોજ જમ્મુની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટાર્ગેટ કિલિંગના ડરથી કાશ્મીરથી જમ્મુ ક્ષેત્રમાં ટ્રાન્સફર કરવાની પોતાની માંગણીના સમર્થનમાં વિરોધ કરી રહેલા કાશ્મીરી હિન્દુઓને મળશે. રાઉત ત્યાં કાશ્મીરી પંડિતોને પોતાનું સમર્થન આપશે. રાઉત પોતાના ૩ દિવસના પ્રવાસ દરમિયાન ૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ ભારત જાેડો યાત્રામાં જાેડાશે. ત્યારબાદ તેઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (પીઓકે) અને પંજાબને એક જાહેર કરવા અંગે શીખ પ્રતિનિધિઓને પણ મળશે. ૧૯ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉત કાશ્મીરી પંડિતોને પોતાનું સમર્થન આપશે. ટાર્ગેટ કિલિંગ વેઠી રહેલા કાશ્મીરી હિન્દુ ત્યાં લાબા સમયથી જમ્મૂમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા છે. રાઉતનો ૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ ભારત જાેડો યાત્રામાં ભાગ લેવાનો કાર્યક્રમ નક્કી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાઉત પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કહેવાથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે. આ અગાઉ મનીષ સાહનીના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓ ઘાટીમાં તૈનાત કાશ્મીરી હિન્દુ કર્મચારીઓના ચાલી રહેલા ધરણામાં જાેડાયા હતા અને તેમની ટ્રાન્સફરની માંગણીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સાહનીએ માંગણીનો પનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર પોતાના જડ વલણમાંથી બહાર આવવું જાેઈએ અને વિરોધ કરી રહેલા કર્મચારીઓને સલામત સ્થળોએ ખસેડીને રાહત આપવી જાેઈએ. સાહનીએ જણાવ્યું હતું કે, ‘ટાર્ગેટ કિલિંગના ભયથી કર્મચારીઓ છેલ્લા ૨૫૧ દિવસોથી ખીણમાંથી ટ્રાન્સફરની માંગણી સાથે હડતાળ પર છે. રાહત આપવાને બદલે સરકાર તેમના પગાર અટકાવીને માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપી રહી છે.’

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *