મુંબઇ
શિવસેનાના નેતા સંજય રાઉતે કાળા નાણાંને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તેઓ વિજય માલ્યાને લાવી શકતા નથી તો પછી કાળું નાણું શું લાવશે? આ સરકારની નિષ્ફળતા છે. સરકારની ટીકા કરતા રાઉતે કહ્યું કે તેઓ માત્ર મોટા વચનો આપે છે પરંતુ કોઈ પરિણામ આવતું નથી. સંજય રાઉતે આક્ષેપો લગાવ્યા હતા કે અરવિંદ કેજરીવાલને સીબીઆઇની નોટિસ મળી છે. ઈડી અને સીબીઆઇની મદદથી એનસીપીને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું આવી સરકાર છે? સંજય રાઉતે આક્ષેપ લગાવ્યા કે ભાજપ એક ગેંગ ચલાવી રહ્યું છે. સંજય રાઉતને અજિત પવારના બીજેપીમાં જાેડાવા અંગે સવાલ પર કહ્યું કે એનસીપી સાથે અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ ભાજપમાં જાેડાઈ શકે નહીં.થોડાક દિવસો પહેલા ઈડીએ પૂર્વ સીએમ અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રા સાથે સંબંધિત ગેરકાયદેસર કંપની અને બેંક કૌભાંડના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં અજિત પવાર અને તેમની પત્નીને આરોપી બનાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત દ્ગઝ્રઁ ચીફ શરદ પવારે પણ ડિગ્રી વિવાદમાં ઁસ્ મોદીનું સમર્થન કર્યું છે. આ સ્થિતિમાં અજિત પવાર ભાજપ સાથે જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


