Maharashtra

સારા અલી ખાનની ફિલ્મ ‘ગેસલાઈટ’ કરશે ઘમાલ, ‘ગેસલાઈટ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું

મુંબઈ
સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ‘ગેસલાઈટ’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેને લઈને લોકોમાં ભારે એક્સાઇટમેન્ટ જાેવા મળી રહી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને ફક્ત ૩૬ દિવસમાં શૂટ કરવામાં આવી હતી. આ વાતનો ખુલાસો ખુદ ડિરેક્ટર પવન કૃપલાનીએ કર્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગેસલાઇટ’ની શૂટિંગ ગુજરાતના વાંકાનેર પેલેસમાં થઈ હતી. જણાવી દઈએ કે, ફિલ્મ ‘ગેસલાઈટ’ની શૂટિંગ ગુજરાતના વાંકાનેર પેલસમાં થઈ હતી. વળી, ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં જ ડિરેક્ટર પવન કૃપલાનીએ કહ્યુ- ‘અમે ૩૬ દિવસમાં ગેસલાઈટની શૂટિંગ પૂરી કરી છે. જે કહી શકે છે કે હું સીમિત બજેટ અને લિમિટેડ પ્લેસ અને તૈયારી સાથે આ ફિલ્મની શૂટિંગ કરવું ખૂબ જ સરળ થઈ ગયું હતું.’ અક્ષય કુમાર ૪૦ દિવસમાં પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરુ કરવા માટે ઓળખાય છે. જાેકે, ગેસલાઈટની શૂટિંગને ફક્ત ૩૬ દિવસમાં પૂરુ કરીને ટીમે પ્રશંસનીય કામ કર્યુ છે. ફિલ્મ ‘ગેસલાઇટ’ના કલાકાર સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સાથે કામ કરવાના પોતાના અનુભવને યાદ કરતાં ડિરેક્ટરે કહ્યું- ‘મેં સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ સાથે એક મહિના માટે વર્કશોપ કર્યો હતો. બધાએ સરસ કામ કર્યું. તેણે બધું એટલું સરળ બનાવ્યું કે અમને પરફેક્ટ શોટ્‌સ મળ્યા. તમને જણાવી દઈએ કે ગેસલાઈટ પહેલા પવન ક્રિપલાનીએ હોરર ફિલ્મ ‘ભૂત પોલીસ’નું નિર્દેશન કર્યું હતું જેમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ૨૦૧૧ની હોરર ફિલ્મ ‘રાગિની એમએમએસ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સારા અલી ખાનની ફિલ્મ ‘ગેસલાઇટ’ ૩૧ માર્ચે ર્ં્‌્‌ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. સારા, વિક્રાંત અને ચિત્રાંગદા ઉપરાંત અક્ષય ઓબેરોય અને રાહુલ દેવ પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે. સારાની આ પહેલી થ્રિલર ફિલ્મ છે જેના માટે તેણી ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય સારા ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે ‘લુકા છુપી ૨’ અને અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *