Maharashtra

સોની સબ પર અલીબાબા- એક અંદાઝ અનદેખાઃ ચેપ્ટર ૨ નવા અને બહેતર અવતારમાં સૂત્રો હાથમાં લેતાં અભિષેક નિગમ સાથે શરૂ કરાશે!

મુંબઈ
નામાંકિત ટેલિવિઝન કલાકાર અભિષેક નિગમ સોની સબ પર અલીબાબા- એક અંદાઝ અનદેખઃ ચેપ્ટર ૨ના કલાકારો સાથે જાેડાવા માટે અને અલીબાબાનું મુખ્ય પાત્ર ભજવવા માટે સુસજ્જ છે. શોના આ નવા વર્ઝનમાં અભિષેક મુખ્ય ભૂમિકા ભજવશે અને અલીના પાત્રમાં નવી ઊર્જા ઉમેરતાં રોમાંચક નવા અવતારમાં જાેવા મળશે. વધુ સ્માર્ટનેસ, આક્રમકતા અને માર્શલ આર્ટસની નવી ટેક્નિક્સ સાથે અલી પરફેક્ટ છે અને તેના હરીફોથી હંમેશાં બે પગલાં આગળ રહે છે. તે જ સોનાના મન સાથે અલી પરવાઝ પાસે પાછો આવે છે અને તેનો પ્રવાસ શરૂ કરે છે તે જાેવાનું રોમાંચક રહેશે.
આ શોના કલાકારો સાથે જાેડાવા પૂર્વે અભિષેક નિગમને સોની સબ પર લોકપ્રિય શો હીરો- ગાયબ મોડ ઓનમાં મુખ્ય ભૂમિકામાં દર્શકોએ વધાવી લીધો હતો, જે શોને વ્યાપક સફળતા મળી હતી અને દર્શકોએ તેની બહુ સરાહના કરી હતી. અભિષેક નિગમનું સોની સબ પર પુનરાગમન લગભગ બે વર્ષ પછી ટેલિવિઝન પર તેના પુનરાગમનના ભાગરૂપ છે.
જાેતા રહો અલીબાબા- એક અંદા અનદેખાઃ ચેપ્ટર ૨, ફક્ત સોની સબ પર, દરેક સોમવારથી શનિવારે રાત્રે ૮.૦૦ વાગ્યાથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *