Maharashtra

‘હીરામંડી’ના કેટલાક સીન્સને રીશૂટ કરાવશે સંજય લીલા ભણસાલી

મુંબઈ
સંજય લીલા ભણસાલી પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ માટે વેબ સિરીઝ બનાવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો સાથે બની રહેલી ‘હીરામંડી’ની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. જાે કે રીસેન્ટ રિપોર્ટ્‌સ મુજબ, સંજય લીલા ભણસાલીએ સિરીઝના કેટલાક સીન્સને રી શૂટ કરવા સૂચના આપી છે, જેના કારણે રિલીઝમાં વિલંબ થઈ શકે છે. આ પિરિયડ ડ્રામાનું હાલ મુંબઈમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને અલગ-અલગ ડાયરેક્ટર્સ એપિસોડ્‌સનું શૂટિંગ કરાવી રહ્યા છે.સિરીઝના ફર્સ્ટ લૂકમાં રિચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, અદિતી રાવ હૈદરી અને સંજિદા શેખ જાેવા મળ્યા હતા. ભણસાલીએ ઝડપથી શૂટિંગ પૂરું કરવા માટે તમામ એપિસોડ્‌સ જાતે શૂટ કરાવવાના બદલે અલગ-અલગ ડાયરેક્ટર્સને જવાબદારી સોંપી હતી. સિરીઝના મોટા ભાગના એપિસોડ્‌સનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રિપોર્ટ્‌સ મુજબ, સંજય લીલા ભણસાલીને કેટલાક સીન્સ પસંદ આવ્યા નથી અને તેઓ રી શૂટ કરાવવા માગે છે. પ્રોડક્શનનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે ત્યારે રી શૂટના આ ર્નિણયથી વેબ સિરીઝની રિલીઝમાં વિલંબ સર્જાવાનું જાેખમ છે. હીરામંડી સિરીઝમાં ૧૯૪૦ના દસકાના ભારતની વાત છે. એક તરફ દેશમાં સ્વતંત્રતા સંગ્રામ ચરમસીમાએ હતો ત્યારે નર્તકીઓ અને વારાંગનાઓ પણ ઉથલ-પાથલનો સામનો કરી રહી હતી. સંજય લીલા ભણસાલીએ અગાઉ જણાવ્યું હતું કે, તેઓ આ સિરીઝમાં મુગલ એ આઝમ અને પાકિઝા જેવી સદાબહાર ફિલ્મોની ઝલક આપવા માગે છે. આ ફિલ્મોમાં અનુક્રમે મધુબાલા અને મીના કુમારીએ નર્તકીના રોલ કર્યા હતા. રાજ કપૂર, યશ ચોપરા, મહેબૂબ ખાન, બિમલ રોય, ગુરુ દત્ત, વી શાંતારામ જેવા ભારતીય દિગ્દર્શકોથી પ્રેરિત થઈને મહિલાઓ આધારિત આ સિરીઝ બનાવાની ભણસાલીની ઈચ્છા છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *