મુંબઈ
મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક દિવસ માટે મેગા ઓક્શન થશે. એવા સમાચારો આવતા હતા કે મ્ઝ્રઝ્રૈંને ઓક્શન માટે હોટેલ મળતી નથી. લગ્નની સિઝન હોવાના કારણે મુંબઈ અને દિલ્હીમાં મોટાભાગની હોટેલ બુક થઈ ગઈ છે.વુમન્સ પ્રીમિયર લીગ ની પહેલી સિઝન માટે ખેલાડીઓના ઓક્શન ૧૩ ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. આ વચ્ચે સાઉથ આફ્રિકામાં ૧૦-૨૬ ફેબ્રુઆરી સુધી ૈંઝ્રઝ્ર વુમન્સ ્૨૦ વર્લ્ડ કપ પણ યોજાવવાનો છે. ઉૈંઁન્ની પહેલી સિઝન ૪ માર્ચથી શરૂ થઈ શકે છે. ૧૩ ફેબ્રુઆરીની તારીખ ફ્રેન્ચાઇઝી માલિકોની સાથે વાત કરીને નક્કી કરવામાં આવી છે. કારણ કે ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટ અત્યારે ેંછઈની ઈન્ટરનેશનલ લીગ ્૨૦ અને સાઉથ આફ્રિકાની જીછ૨૦ લીગમાં વ્યસ્ત છે. તેવામાં ઉૈંઁન્ માટે તેમને સમય જાેતો હતો. ૧૨ તારીખે બન્ને લીગની ફાઈનલ થઈ જશે. એટલે ૧૩ તારીખ નક્કી કરવામાં આવી છે. એક ઉૈંઁન્ ટીમને ઓક્શનમાં ખેલાડી ખરીદવા માટે ૧૨ કરોડ રૂપિયાનું પર્સ મળ્યું છે. દર વર્ષે પર્સમાં ૧.૫ કરોડનો વધારો થશે. મેન્સ ૈંઁન્ના મુકાબલામાં આ રકમ ઘણી ઓછી છે. મેન્સ ૈંઁન્માં એક ટીમન પાસે ૯૫ કરોડનું પર્સ રહેતું હોય છે. ટૂર્નામેન્ટ જીતનારી ટીમને ૬ કરોડ મળશે. જ્યારે રનરઅપ ટીમને ૩ કરોડ અને ત્રીજ નંબરે રહેનારી ટીમને એક કરોડ રૂપિયા મળશે. વુમન્સ પ્રીમિયર લીગ (ઉઁન્)ની ૫ ટીમનું ઓક્શન થઇ ગયું છે. બોર્ડે ઓક્શનમાં સફળતા મેળવનાર કંપનીઓના નામની જાહેરાત કરી હતી. સૌથી વધુ બોલી અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે લાગી છે. આ ફ્રેન્ચાઇઝીના બદલામાં અદાણી ગ્રુપ ૧,૨૮૯ કરોડ રૂપિયા બોર્ડને આપશે. અમદાવાદ સિવાય મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને લખનઉની ફ્રેન્ચાઇઝી પર બોલી લાગી છે. એટલે અહીં ૫ ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ભાગ લેશે. એક ટીમમાં કેટલા પ્લેયર્સ સામેલ થઈ શકે છે, તે વિશે મ્ઝ્રઝ્રૈંએ હજુ સુધી કંઈ કહ્યું નથી. પરંતુ એક ટીમમાં જાે ૧૫-૧૮ પ્લેયર્સ પણ હશે, તો પણ ૫ ટીમ અંદાજે ૭૫-૯૦ ખેલાડીઓ ખરીદશે. તેવામાં દુનિયાભરની ટૉપ ક્રિકેટર્સ સહિત ભારતની ેં-૧૯ વર્લ્ડ જીતનારી ટીમના દરેક ખેલાડીઓ ઉપર પણ બોલી લાગી શકે છે. ઉૈંઁન્ની પહેલી સિઝન ૪ માર્ચથી શરૂ થઈ શકે છે. મુંબઈના બ્રેબોર્ન અને ડ્ઢરૂ પાટિલ સ્ટેડિયમમાં બધી જ મેચ રમાડવાનો વિચાર છે. ટૂર્નામેન્ટની ૫ ટીમની વચ્ચે કુલ ૨૨ મેચ રમાશે. તો એક ઉૈંઁન્ ટીમમાં વધુમાં વધુ ૫ વિદેશી ખેલાડીઓ રમી શકશે. પાંચમી ખેલાડી એસોસિએટ દેશની હશે. એસોસિએટ દેશની ખેલાડીનો સામેલ ના કરવા પર ટીમમાં ૪ વિદેશી ખેલાડીને રમાડવાની પરમિશન આપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં ૭ ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે.


