મુંબઈ
ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં ખરાબી આવવી એ એક સામાન્ય ઘટના છે, પરંતુ ઘણી વખત લોકો તેના કારણે જીવ ગુમાવે છે. વર્ષ ૨૦૧૦માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળતર સામે વીમા કંપનીની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે ‘ટાયર ફાટવું એ દૈવીય ઘટના નથી, પરંતુ માનવીય બેદરકારી છે’. આ સાથે વીમા કંપનીને ૧.૨૫ કરોડનું વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. વીમા કંપનીએ દાવો કર્યો હતો કે તે ભગવાનના કાયદા હેઠળ (છષ્ઠં ર્ક ય્ર્ઙ્ઘ) આવે છે. જસ્ટિસ એસજી ડિગેની બેન્ચે ૧૭ ફેબ્રુઆરીના તેના આદેશમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના ૨૦૧૬ના ર્નિણય સામે ‘ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ’ની અપીલને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે આ વીમા કંપનીને મકરંદ પટવર્ધનના પરિવારને રૂ. ૧.૨૫ કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ, મકરંદ પટવર્ધન તેના બે સાથીદારો સાથે પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા અને ડ્રાઈવરની બેદરકારીને કારણે કારનું પાછળનું વ્હીલ ફાટ્યું અને કાર ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં મકરંદ પટવર્ધન (૩૮)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું હતું કે મકરંદ પટવર્ધન પરિવારમાં એકમાત્ર કમાતા સભ્ય હતા. અપીલમાં વીમા કંપનીએ વળતરની રકમને વધુ પડતી ગણાવી હતી અને કહ્યું હતું કે ટાયર ફાટવાની ઘટના દિવ્ય (છષ્ઠં ર્ક ય્ર્ઙ્ઘ) છે અને ડ્રાઇવરની બેદરકારીના કારણે બની નથી. હાઈકોર્ટને વીમા કંપનીની દલીલ પસંદ ન પડી અને કહ્યું કે, એક્ટ ઓફ ગોડ એટલે (છષ્ઠં ર્ક ય્ર્ઙ્ઘ) આવી અણધારી કુદરતી ઘટના, જેના માટે માણસ જવાબદાર નથી. પરંતુ, ટાયર ફાટવું એ દૈવીય ઘટના કહી શકાય નહીં. આ માનવીય બેદરકારી છે.” આ બાબતે જાે તમારે ટાયરની સંભાળ કેવી રીતે રાખવી?.. તે જાણો.. સમયાંતરે ટાયરનું દબાણ તપાસવું જાેઈએ ત્યારબાદ ટાયરમાં હવા ઓછી થવાની સીધી અસર એન્જિન અને માઈલેજ પર પડે છે. અને હાઈ ટાયર પ્રેશર પણ એક સમસ્યા છે. ટાયર વારંવાર ફૂટે છે. ઉનાળાની ઋતુમાં ટાયરની હવા થોડી ઓછી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને સૌથી ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે જ્યારે પણ તમે તમારી કારમાં મુસાફરી પર જાઓ છો, ત્યારે તમામ ચાર પૈડાં પર એક નજર નાખો.


