Maharashtra

૫૫ વર્ષના યુવકે ચોકલેટના બહાને ૬ વર્ષની બાળકીને બોલાવી, પછી બાળકી પર કર્યો રેપ

ઓરંગાબાદ
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગામમાં ચોકલેટ આપવાના બહાને છ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં ૫૫ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ૩ માર્ચે બની હતી, જ્યારે યુવતી તેના મિત્રો સાથે રમી રહી હતી. જણાવી દઈએ કે, આરોપી વ્યક્તિ તેને એક જૂના ઘરમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ યુવતીને ધમકી પણ આપી હતી કે, જાે તેણે આ વિશે કોઈને કહ્યું તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાેકે યુવતીએ તેની સાથે બનેલી ઘટના વિશે તેના પિતાને જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૩૭૬ (બળાત્કારની સજા) અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (ર્ઁંઝ્રર્જીં) અધિનિયમ હેઠળ ૫ માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આવી જ એક ઘટનામાં, એક અધિકારીએ ૨ માર્ચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ૪૫ વર્ષીય વ્યક્તિની ૧૦ વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાલઘર ગ્રામીણ પોલીસના જનસંપર્ક અધિકારી સચિન નાવદકરે જણાવ્યું હતું કે, તલાસરી તાલુકાની રહેવાસી છોકરી, ૧ માર્ચ બુધવારે સવારે ૯ વાગે શાળાએ ગઈ હતી, પરંતુ ઘરે પાછી ફરી ન હતી, જેના પગલે તેના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, અનેક સુરાગ અને ગુપ્ત માહિતી એકત્ર કર્યા બાદ પોલીસની ચાર ટીમોએ યુવતીના પાડોશીને શોધી કાઢ્યો હતો. આ પછી તેને શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, વ્યક્તિએ કહ્યું કે તે છોકરીને તલાસરીથી લગભગ ૨૦ કિમી દૂર ગુજરાતના સંજાનમાં લઈ ગયો, જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો અને પછી તેની હત્યા કરી અને લાશને જંગલમાં ફેંકી દીધી હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *