Nagaland

પાકિસ્તાનમાં એમપોક્સ બીમારીથી પોતાને ‘મુક્ત’ જાહેર કર્યું તેનો હવે પહેલો કેસ સામે આવ્યો

પાક.પંજાબ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એમપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને પોતાને આ બીમારીથી મુક્ત જાહેર કર્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અધિકારીઓએ પંજાબના દરેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોને ઈમરજન્સી પગલાં ભરવા માટે અલર્ટ જાહેર કરી છે. પંજાબ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ ગત મહિને સાઉદી અરબથી પહોંચેલો વ્યક્તિ એમપોક્સથી સંક્રમિત મળી આવ્યો જે પ્રાંતમાં સંક્રમણનો પહેલો કેસ છે. પંજાબના કાર્યવાહક સ્વાસ્થ્ય મંત્રી ડો. જાવેદ અક્રમે મંગળવારે પત્રકારોને કહ્યું કે, પંજાબના મંડી બહાઉદ્દીન જિલ્લાનો રહીશ ૪૦ વર્ષનો વ્યક્તિ ગત મહિને સાઉદી અરબથી પાછો ફરતા મંકી પોક્સથી સંક્રમિત મળી આવ્યો. અક્રમે જણાવ્યું કે એક અન્ય સંદિગ્ધ દર્દીના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. તેમણે કહ્યું કે એમપોક્સને લઈને સમગ્ર પ્રાંતની સરકારી હોસ્પિટલોને અલર્ટ જાહેર કરાઈ છે. તેમણે કહ્યું કે જે મુસાફરોમાં બીમારીની શંકા છે તેમની વિમાનની અંદર કે એરપોર્ટ પર તપાસ થવી જાેઈએ. આ અગાઉ કરાચીમાં સાત વર્ષના બાળકને મંકી પોક્સથી સંક્રમિત થવાની શંકામાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને આઈસોલેટેડ કરાયો હતો. આ નવો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રી અબ્દુલ કાદિર પટેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાન એમપોક્સ રોગથી મુક્ત થયું છે. કારણ કે વાયરસથી સંક્રમિત થયેલો એકમાત્ર વ્યક્તિ સાજાે થઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ મંકીપોક્સનું નામ બદલીને હવે એમપોક્સ કરી નાખવામાં આવ્યું છે. આ નામ સાથે જાેડાયેલી ખોટી સોચ અને નસ્લવાદની ચિંતાઓના કારણે આ નામ બદલાયું છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *