બાલાસોર
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવ રવિવારે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન માહિતી આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું છે. સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ મોકલશે. જાેકે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારથી ટ્રેન દુર્ઘટના સર્જાઈ તેમ રેલવે મંત્રીએ જણાવ્યુ છે. ‘કવચ’ ન લગાવવાના મમતા બેનર્જીના આરોપ પર, રેલવે મંત્રીએ કહ્યું, “મમતા બેનર્જીએ ગઈકાલે જે સુરક્ષા કવચની વાત કહી તે સાચું નથીપ તેણીએ તેના વિશે જેટલું જાણ્યું તેટલું બોલ્યા, પરંતુ તે વસ્તુઓ અહીં લાગુ નથી. કવચનો અહીં કોઈ ઉપયોગ નથી. તેમણે કહ્યું કે મમતાએ અકસ્માત માટે ‘બીજું કોઈ કારણ’ આપ્યું નથી.આ સાથે રેલવે મંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ ગઈકાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમે આજે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારો લક્ષ્?યાંક બુધવારની સવાર સુધીમાં પુનઃસ્થાપન કાર્ય પૂર્ણ કરવાનો છે જેથી કરીને આ ટ્રેક પર ટ્રેનો ફરી શરૂ થઈ શકે. જણાવી દઈએ કે એક હજારથી વધુ લોકોની ટીમ ટ્રેક રિપેર કરવાના કામમાં લાગેલી છે.