બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ ૪૦ કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં ૨૩૩ લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના કારણે બની હતી. દ્ગડ્ઢઇહ્લની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ આ ભયાનક ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રેલવે મંત્રાલયે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને ૧૦-૧૦ લાખ જ્યારે ગંભીર રીતે ઘાયલોને ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના પછી જે ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ડાયવર્ટ કરવામાં આવી હતી તેની યાદી નીચે આપેલ છે.
આ ટ્રેનો રદ કરવામાં આવી
૦૧. ૧૨૫૦૯(જીસ્ફમ્-ય્ૐરૂ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે. ૦૩/૦૬/૨૩
૦૨. ૧૨૮૪૨(સ્છજી-જીૐસ્) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૩. ૧૨૮૩૮(ઁેંઇૈં-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૪. ૧૮૪૧૦(પુરી-જીૐસ્) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૫. ૦૮૦૧૨(ઁેંઇૈં-ફઢઇ) ત્ન.ઝ્ર.ર્ં ૦૨.૦૬.૨૩ રદ થયેલ છે.
૦૬. ૧૨૮૯૨(ઁેંઇૈં-મ્ય્રૂ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૭. ૦૨૮૩૮(ઁેંઇૈં-જીઇઝ્ર) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ થયેલ છે.
૦૮. ૧૨૬૬૬(ઝ્રછઁઈ-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૦૯. ૨૦૮૯૦ (્ઁ્રૂ-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૪.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૦. ૨૨૮૯૦ (પુરી-ડ્ઢય્ૐછ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૧. ૨૨૮૮૯ (ડ્ઢય્ૐછ-પુરી) ત્ન.ઝ્ર.ર્ં ૦૪.૦૬.૨૩ રદ થયેલ છે.
૧૨. ૧૨૫૫૧ (જીસ્ફમ્-દ્ભરૂઊ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૩. ૧૨૮૬૪ (જીસ્ફમ્-ૐઉૐ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
૧૪. ૧૨૨૫૩ (જીસ્ફમ્-મ્ય્ઁ) ત્ન.ઝ્ર.ર્ં ૦૩.૦૬.૨૩ રદ કરવામાં આવી છે.
આ ૯ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી
૦૧. ૦૩૨૨૯ પુરી-પટના સ્પેશિયલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૨. ૧૨૮૪૦ ચેન્નાઈ-હાવડા મેલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૩. ૧૮૦૪૮ વાસ્કો દ ગામા-હાવડા અમરાવતી એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
૦૪. ૨૨૮૫૦ સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
૦૫. ૧૨૮૦૧ પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
૦૬. ૧૮૪૭૭ પુરી-ઋષિકેશ કલિંગ ઉત્કલ એક્સપ્રેસ અંગુલ-સંબલપુર સિટી-ઝારસુગુડા રોડ-આઈબી રૂટ થઈને દોડશે.
૦૭. ૨૨૮૦૪ સંબલપુર-શાલીમાર એક્સપ્રેસ સંબલપુર સિટી-ઝારસુગુડા રૂટ પર દોડશે.
૦૮. ૧૨૫૦૯ બેંગલુરુ-ગુવાહાટી એક્સપ્રેસ વિઝિયાનગરમ-તિતિલાગઢ-ઝારસુગુડા-ટાટા રૂટ થઈને દોડશે.
૦૯. ૧૫૯૨૯ તાંબરમ-ન્યુ તિનસુકિયા એક્સપ્રેસ રાનીતાલ-જરોલી રૂટ પર દોડશે.
આ ૬ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે
૦૧. ૧૮૦૨૨ ખુર્દા રોડ – ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થતી ખડગપુર એક્સપ્રેસ ખુર્દા રોડથી બૈતરની રોડ સુધી ચાલશે, બૈતરની રોડથી ખડગપુર સુધી રદ રહેશે.
૦૨. ૧૮૦૨૧ ખડગપુર – ખુર્દા રોડ એક્સપ્રેસ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ખડગપુરથી બૈતરની રોડ થઈને ખુર્દા રોડ સુધી ચાલશે અને ખડગપુરથી બૈતરની રોડ સુધી રદ રહેશે.
૦૩. ૧૨૮૯૨ ભુવનેશ્વર – બંગીરીપોસી એક્સપ્રેસ ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ભુવનેશ્વરથી જાજપુર કેઓંઝર રોડ સુધી ચાલશે અને જાજપુર કેઓંઝર રોડથી બંગીરીપોસી સુધી રદ રહેશે.
૦૪. ૧૨૮૯૧ બંગીરીપોસી – ભુવનેશ્વર એક્સપ્રેસ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ થઈને ભુવનેશ્વર સુધીની મુસાફરી બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ સુધી રદ રહેશે.
૦૫. ૦૮૪૧૨ ભુવનેશ્વર – બાલાસોર સ્ઈસ્ેં ૦૨.૦૬.૨૦૨૩ ના રોજ ભુવનેશ્વરથી જેનાપુર સુધી ચાલશે અને જેનાપુરથી બાલાસોર સુધી રદ રહેશે.
૦૬. ૧૮૪૧૧ બાલાસોર – ભુવનેશ્વર મેમુ ૦૩.૦૬.૨૦૨૩ ના રોજ શરૂ થનારી બાલાસોર ભુવનેશ્વરને બદલે જેનાપુરથી ભુવનેશ્વર તરફ વાળવામાં આવશે.