Odisha

ઓડીશામાં ટ્રેન અકસ્માત, મૃત્યુઆંક ૨૮૦ પર પહોંચ્યો

બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર સ્ટેશન પાસે બનેલો અકસ્માત હૃદયને હચમચાવી દેનારો છે. અકસ્માતના સમાચાર શુક્રવારે સાંજે આવ્યા હતા. આ પહેલા કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માતના સમાચાર હતા. આ પછી હાવડા એક્સપ્રેસ સાથે અકસ્માતનો મામલો પણ સામે આવ્યો હતો અને મોડી સાંજ સુધીમાં ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. અકસ્માતની જે તસવીરો સામે આવી છે તે ભયાનક છે, તેના પરથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે મૃતકોનો આંકડો સેંકડોને પાર કરી જશે. એવું જ થયું, પહેલા ૩૦, પછી ૫૦, પછી ૭૦ લોકો, મધ્યરાત્રિએ મૃત્યુની સંખ્યા ૧૨૦ થઈ અને થોડી જ વારમાં તે ૨૦૭ થી વધીને ૨૮૦ થઈ ગઈ. અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ અનુસાર ૯૦૦ લોકો ઘાયલ છે. શનિવારે સવારે ઘટનાનું ચિત્ર વધુ સ્પષ્ટ થયું હતું. જાણવા મળ્યું છે કે ટ્રેનના કોચના કાટમાળમાં હજુ પણ ઘણા મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્સપ્રેસના ઘણા એસી કોચ આગલા પાટા પર પલટી ગયા, તેથી તેમાં મૃત્યુઆંક સૌથી વધુ છે. જ્યારે દ્ગડ્ઢઇહ્લને બોગીઓ વચ્ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યાં ઘણા લોકો ઘાયલ છે જેઓ ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે. દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે રવાના થયા હતા. તેમણે ટિ્‌વટ કર્યું, “ઓડિશામાં સ્થળ માટે રવાના થઈ રહ્યો છું. હું ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો મોકલવામાં આવી છે. એનડીઆરએફ, રાજ્ય સરકારની ટીમો અને એરફોર્સને પણ બચાવ કામગીરીમાં જાેડવામાં આવી છે.” ટ્રેન દુર્ઘટના સામે આવ્યા બાદ જ્યાં એક તરફ રાજકીય પક્ષો અને રાજનેતાઓ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય પક્ષોએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે રેલવે મંત્રીના રાજીનામાની માગ કરી છે. આ પહેલા સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે પણ કહ્યું હતું કે અકસ્માતની જવાબદારી લેતા રેલ્વે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જાેઈએ.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *