બાલાસોર
શુક્રવારના સાંજે શાલીમારથી ચેન્નાઈ સેન્ટ્રલ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ઓડિશાના બાલાસોરમાં અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેનમાં એક ૧૯ વર્ષનો છોકરો હાજર હતો જેણે અકસ્માતના તેના નજરે જાેનાર સાક્ષીનું વર્ણન કર્યું છે. કેવી રીતે થયો અકસ્માત? પ્રશ્ન સાંભળીને છોકરાએ ક્ષણભર આંખો બંધ કરી. જાણે સમગ્ર અકસ્માતનું રિપ્લેએ એક પ્રશ્ન સાથે સામે આવ્યું છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. પરંતુ ૧૯ વર્ષીય નિવાસ કુમાર બચી ગયો હતો. તે તેના દાદા સાથે હાવડાથી બિહાર જઈ રહ્યો હતો. અકસ્માતની વાત કરતાની સાથે જ તેની આંખોમાં એક વિચિત્ર ડર દેખાયો. તેણે કહ્યું કે, થોડા સમય પહેલા સુધી બધું ખૂબ સારું હતું. બાળકો રમતા હતા, લોકો વાતો કરતા હતા. કોઈ શાંતિથી સૂઈ રહ્યું હતું. અચાનક એક તોફાન આવ્યું અને પછી જાેરથી ધડાકો સંભળાયો. કાન સુન્ન થઈ ગયા અને આંખો બંધ થઈ ગઈ. થોડી વાર પછી આંખ ખુલી તો એક ભયાનક દ્રશ્ય જાેવા મળ્યું. ચારે બાજુ મૃતદેહોનો ઢગલો હતો. બાળકોના હાસ્યને બદલે લોકોની ચીસોનો અવાજ આવ્યો. ક્યાંક વૃદ્ધ વ્યક્તિના ચશ્મા તો ક્યાંક બાળકોના કપડા અને રમકડા વેરવિખેર પડ્યા હતા. એમ્બ્યુલન્સની સાયરન, લોકોની ચીસો કાનમાં ગુંજી રહી હતી. અકસ્માત થતાં જ નિવાસ પણ બેહોશ થઈ ગયો હતો. ટ્રેનમાંથી બચાવ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં નિવાસનો આબાદ બચાવ થયો હતો. આ રીતે અકસ્માતમાં બચી ગયેલી અન્ય એક મહિલા મુસાફરે ઘટનાની કરૂણતા વર્ણવી છે. અકસ્માત સમયે તે કોરોમંડલ એક્સપ્રેસમાં હાજર હતી. વંદનાએ જણાવ્યું કે અકસ્માત સમયે તે વોશરૂમમાં હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. વોશરૂમમાંથી બહાર આવતાં જ બહારનું દ્રશ્ય જાેઈને તે સંપૂર્ણપણે હચમચી ગઈ હતી. ટ્રેન સંપૂર્ણપણે નમેલી હતી. બધો સામાન અહીં-તહીં વેરવિખેર પડ્યો હતો. લોકો એકબીજાની ઉપર આડા પડ્યા હતા. શું થયું તે સમજવાનો કોઈ રસ્તો નહોતો. ચારેબાજુ મૃતદેહો જાેઈને તે ગભરાઈ ગઈ. આ અકસ્માતમાં તેણીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ દુર્ઘટનામાં ૨૮૦ થી વધારે લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.