Odisha

‘આદિવાસીયોનો સમાજમાં મોટો રોલ’ ઃ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ઓડીશા
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નાલ્કો નગરમાં આયોજિત ‘પરિચયઃ જાતીય જનજાતી મહોત્સવ’ નામના આ કાર્યક્રમને સંબોધતા તેમણે આદિવાસી સમાજના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ સમાજ આપણા દેશનો મૂળ સમાજ છે. તેમના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી પ્રધાને કહ્યું કે, “આદિવાસી લોકો સરળ અને સ્વચ્છ દિલના છે”. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “ઓડિશાની ગૌરવશાળી પુત્રી દ્રૌપદી મુર્મુ હવે ભારતના રાષ્ટ્રપતિ છે”. વડા પ્રધાન મોદીએ આદિવાસી નેતૃત્વને વધુ પ્રતિનિધિત્વ આપવા માટે અગ્રણી પગલાં લીધાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ સમાજની કલા, સંસ્કૃતિ, શિષ્ટાચાર, પરંપરા, નૃત્ય, ગીત, સંગીત, ખાણી-પીણી અને પહેરવેશ પોતાનામાં જ વિશેષ છે. પોતાના સંબોધનમાં, તેમણે ઓડિશા રાજ્યની પ્રશંસા કરી અને કહ્યું કે આ એક એવું રાજ્ય છે જ્યાં આદિવાસીઓની ૬૨ કેટેગરી છે અને ૨૧ વિવિધ ભાષાઓ અને ૭૪ બોલીઓ તેમના દ્વારા બોલાય છે. ઓડિશામાં સાત આદિવાસી એમ્પ-સ્ક્રીપ્ટ પ્રચલિત છે. તેમણે આદિવાસી સમાજના બાળકોના સારા શિક્ષણ માટે સ્થપાયેલી નવી શાળાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રધાને કહ્યું કે, મોદી સરકારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે એકલવ્ય વિદ્યાલયોની સ્થાપના કરી છે. બિરસા મુંડાને યાદ કરતાં તેમણે કહ્યું કે, દેશ બિરસા મુંડાની જન્મજયંતિને ‘જાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવે છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *