અમૃતસર
ખાલિસ્તાન સમર્થક નેતા અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરે ગુરુવારે બ્રિટેન જતા રોકી દેવામાં આવી છે. આ અગાઉ તેને અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવાના સમાચાર હતા. જાે કે, પંજાબ પોલીસ સાથે જાેડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, તે પહેલાથી જ પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને તેને ધરપકડમાં લેવામાં આવી નથી. સૂત્રએ કહ્યું કે, અધિકારીઓએ કિરણદીપના પતિનૂ પૃષ્ઠભૂમિને જાેતા તેને ફક્ત પુછપરછ માટે રોકી છે. કિરણદીપ કૌરે આ અગાઉ પોલીસની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, અમૃતપાલ સાથે તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. આપને જણાવી દઈએ કે, અમૃતપાલની પત્ની યૂકેની નાગરિક છે અને તે લંડન જવાની હતી. તેના વિરુદ્ધ કેટલાય ગુનાહિત કેસો નોંધાયેલા છે. અમૃતપાલની પત્નીને અમૃતસર એરપોર્ટ કોણ સંબંધી મુકવા માટે આવ્યા હતા, આ વાતની જાણકારી હાલમાં લેવામાં આવી રહી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ હાલમાં કોઈ પણ ખુલાસો કરવાની ના પાડી દીધી છે. એરપોર્ટ પર કોઈ પણ સંબંધી દેખાયા નથી.


