અમૃતસર
પંજાબના અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની બહાર હવે ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા છે. આ સૂત્રોચ્ચાર આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ તેનો વીડિયો પણ વાઇરલ કર્યો છે. જાે કે બેનર પર આ નારા લગાવવામાં આવ્યા હતા, જેને બાદમાં હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ પરેશાન કરનારી વાત તે છે કે તેને સંવેદનશીલ સ્થળ, જ્યાં જી૨૦ બેઠક પણ યોજાવાની છે તેની બહાર લગાવવામાં આવ્યા હતા. આતંકવાદી પન્નુએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે બેનર પર લખવામાં આવેલા ખાલિસ્તાનના સમર્થનમાં નારા ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની બહાર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ આ બેનરો પર જી૨૦નું ખાલિસ્તાનમાં સ્વાગત લખ્યું છે. આ સાથે લખવામાં આવ્યું છે કે ખાલિસ્તાન ભારતનો ભાગ નથી. આ સાથે આતંકવાદી પન્નુએ ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન અમૃતસરથી ભટિંડા રેલવે રૂટ બ્લોક કરવાની ધમકી પણ આપી છે. આતંકી પન્નુએ આ દરમિયાન શ્રી અકાલ તખ્ત સાહિબના વહીવટદારોને પણ સલાહ આપી છે. આતંકીનું કહેવું છે કે શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીને વિખેરવાની વાત વહીવટદાર જ્ઞાની હરપ્રીત સિંહ કરી રહ્યા છે. તેને શીખોની મિની પાર્લામેન્ટ પણ કહેવામાં આવે છે. પરંતુ તેમને ખબર છે કે તે બાદલ પરિવારના કબજામાં છે. આ બાદલ પરિવાર જ શીખો પર પહેલો હુમલો કરાવ્યો હતો. સુવર્ણ મંદિર પર હુમલો પણ તેમના ઈશારે થયો હતો. તેઓ પોતે કેન્દ્રના ઈશારે ચાલે છે. આતંકી પન્નુએ પોતાના વીડિયોમાં શ્રી અકાલ તખ્ત સાહિબના વહીવટદાર જ્ઞાની હરપ્રીત સિંહને પણ સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે જેઓ ભારત સરકારને ટીકા કરતા રહે છે, પરંતુ એ રીતે ખાલિસ્તાન નહીં બને. શીખો હજુ પણ ગુલામ છે અને આ આઝાદી હશિયાર ઉઠાવ્યા બાદ જ મળશે.