પટિયાલા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કહ્યું છે કે પંજાબની વર્તમાન સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ રહી છે જયારે સરકાર ફકત હાથ પર હાથ રાખી મુક દર્શક બની બેઠી છે જે ખુબ ખરાબ વાત છે.બાદલે પૂર્વ કેબિનેટ મંત્રી અને સીનિયર નેતા સુરજીત સિંહ રખડા,પૂર્વ મંત્રી સિકન્દર સિંહ મલુકા અને અન્ય નેતાઓની સાથે બેઠક દરમિયાન આ વાત કહી હતી. આ બેઠક દરમિયાન બાદલ અને પૂર્વ મંત્રી સુરજીત સિંહ રખડાએ પંજાબના રાજનીતિક સ્થિતિઓ અને પંજાબના વિકાસની બાબતે પણ ખુલ્લા વિચાર ચર્ચા કરી બાદલે કહ્યું કે આજે આમ આદમી પાર્ટીની નાલાયકીને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે દરેક તરફ લોકો પરેશાન નજરે પડી રહ્યાં છે અને કાયદો અને વ્યવસ્થા નામની કોઇ પણ વસ્તુ પંજાબમાં જાેવા મળી રહી નથી જયારથી આપે સત્તા સંભાળી છે ત્યારથી લોકોની મુશ્કેલી અને દુખ વધી ગયા છે.આજે દરેક કોઇ આપને સત્તામાં લાવી પસ્તાઇ રહ્યાં છે કારણ કે લોકો હવે આપની ખરાબ નીતિઓથી પુરી રીતે માહિતગાર થઇ ચુકયા છે અને આજે દરેક કોઇ અકાલી દળના સમયને યાદ કરી રહ્યાં છે. આ પ્રસંગે સુરજીત સિંહ રખડાએ કહ્યું કે પંજાબની સ્થિતિ આજે એ રીતની લાગી રહી છે જેવી કે કોઇ પંજાબનો વાલી વારસ જ ન હોય દરેક તરફ ક્રાઇમનો આંક વધી રહ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.પહેલા કોંગ્રેસે લોકોની લુંટ કરી અને હવે આપ પણ એ જ માર્ગ પર ચાલી લોકોને મુર્ખ બનાવવામાં લાગેલી નજરે પડી રહી છે જેનો અકાલી દળ તરફથી સખ્ત વિરોધ કરવામાં આવશે.તેમણે કહ્યું કે પંજાબના વિકાસના નામ પર દાવા તો મોટા મોટા કરવામાં આવે છે પરંતુ અમલમાં કોઇ એક પણ દાવો નજરે પડી રહ્યો નથી લોકો ફરીથી અકાલી દળને યાદ કરી રહ્યાં છે કારણ કે લોકોને અસલી વિકાસ ફકત અકાલી દળના સમયમાં જ થયો હતો આથી ફરીથી લોકો અકાલી દળને સત્તામાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે તેમણે કહ્યું કે લોકોને જરાય નિરાશ કે દુખી થવા દેવામાં આવશે નહીં અને લોકોનની સમસ્યાઓના ઉકેલ અકાલી દળ તરફથી કરવામાં આવશે