Punjab

પંજાબના ભટિંડાના મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, ૪ લોકોના થયા મોત

ભટીંડા
પંજાબના ભટિંડાના આર્મી વિસ્તારમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. સેનાએ કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દીધો છે. સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આજે સવારે ૪.૩૫ કલાકે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ફાયરિંગ થઇ હતી. ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ફાયરિંગમાં ચાર લોકોના મોતના સમાચાર છે. ભટિંડા મિલિટરી સ્ટેશન શહેરને અડીને આવેલું છે. આ એક જૂનું અને ખૂબ મોટું લશ્કરી સ્ટેશન છે. અગાઉ તે શહેરથી દૂર હતુ. પરંતુ શહેરના વિસ્તરણને કારણે તે શહેરની ખૂબ નજીક આવી ગયું છે. આ મિલિટરી સ્ટેશનની બહાર કોઈપણ સામાન્ય વાહન પહોંચી શકે છે. સામાન્ય રીતે આ સ્ટેશનની સુરક્ષા માટે જબરદસ્ત વ્યવસ્થા હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગની ઘટના ઓફિસર્સ મેસની અંદર બની હતી. જાેકે, એ સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં સૈનિકોનો પણ સમાવેશ થાય છે કે કેમ. મીડિયા રિપોર્ટ્‌સમાં તેને પરસ્પર સંઘર્ષ ગણાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદર જવા દેવામાં આવતી નથી. જાેકે, પોલીસ સતત અંદર જવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જે ૪ લોકોના મોત થયા છે. તે ૮૦ મીડીયમ રેજિમેન્ટના છે. રિપોર્ટ અનુસાર, થોડા દિવસો પહેલા યુનિટ ગાર્ડના રૂમમાંથી એક ઇન્સાસ એસોલ્ટ રાઈફલ ગુમ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ કરનાર વ્યક્તિ સાદા કપડામાં હતો. ગુમ થયેલા હથિયારની શોધ ચાલુ છે. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ આતંકવાદી એંગલ સામે નથી આવી રહ્યું, પરંતુ દરેક એંગલ પર તપાસ કરવામાં આવી રહી છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *