લુધિયાણા
પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ રહી હતી. મોડી રાત્રે પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ગટર જામ થયાં બાદ દુકાનના માલિક સૌરવ ગોયલે ગટરનું ઢાંકણું ખોલી દીધું હતું. ઝેરી ગેસને કારણે સૌરવ, તેની પત્ની અને માતાનું મોત થયું હતું, જ્યારે મોટો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે આ અકસ્માતમાં આરતી ક્લિનિક ચલાવતા કવિલાશનો આખો પરિવારે ઝેરી ગેસની ભેટ ચઢી ગયો. આખા પરિવારના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને સ્વજનોને સોંપવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને બિહારના ગયા લઈ જવામાં આવ્યા છે.મૃતકના કાકાએ જણાવ્યું કે ભત્રીજાે કવિલાશ અને તેની પત્ની બાળકો સાથે ગ્યાસપુરાના સુવા રોડ પર રહેતાં હતાં. અભય (૧૩), આર્યન (૧૦) અને કલ્પના (૧૬) શાળામાં ભણતાં હતાં, દંપતી ડોક્ટર હતું અને આરતી ક્લિનિક ચલાવતાં હતાં. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી પંજાબમાં રહેતાં હતાં. ગઈકાલે બનેલી ઘટના વખતે ડૉ. કવિલાશે ક્લિનિક ખોલ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું હતું. આખો પરિવાર સૂતો હતો. પરિવારને સાજા થવાની તક મળી ન હતી. ઝેરી ગેસે આખા પરિવારને ઊંઘમાં જ મોત આપી દીધું. પરિવાર ઊંઘમાં જ તડપી રહ્યો હતો. જેઓ મદદ માટે ગયા તે પણ બેભાન થઈને નીચે પડ્યા. પોલીસ કે રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં પરિવારનું મોત થઈ ચૂક્યું હતું. આસપાસના લોકોએ જણાવ્યું કે ડૉ. કવિલાશ ખૂબ જ મિલનસાર વ્યક્તિ હતા. ઘણીવાર સામાજિક કાર્યોમાં પણ ભાગ લેતા હતા. બિહારના હાજીપુરના રહેવાસી અશ્વિની કુમારે જણાવ્યું કે અકસ્માતમાં તેમના ભાઈ નવનીત (૩૯) અને ભાભી નીતુ (૩૭)નું મૃત્યુ થયું હતું. તેમજ અન્ય એક ભાઈ નીતિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બધાં ઘરની બહાર બેભાન અવસ્થામાં પડ્યાં હતાં. તેઓ તેમને હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં ડોક્ટરોએ ભાભીને મૃત જાહેર કર્યાં.તેમના સિવાય દીકરી નંદિની પણ ઘરમાં હતી. છત પર હોવાથી તે બચી ગઇ હતી. નવનીત આરતી સ્ટીલમાં એકાઉન્ટન્ટ હતા. જ્યારે તેનો ભાઈ બિકાનેરની નીતિન ટાટા કંપનીમાં નોકરી કરે છે. એનડીઆરએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેસ ૐ૨જી (હાઈડ્રોજન સલ્ફાઈડ) છે. લોકો આ ગેસની ચપેટમાં આવી ગયા. ગેસની અસર ઘટાડવા માટે, ગટરમાં કોસ્ટિક સોડા ઉમેરવામાં આવ્યો છે. ઘટના સ્થળે ટીપીએમ લેવલ અધિકારીઓએ ચેક કર્યું તો ૨૦૦ મળ્યું જે ખૂબ જ ઘાતક છે. કાસ્ટિક સોડા મિક્સ કર્યા પછી કેમિકલનું રિએક્શન ખૂબ જ ઓછું થઈ ગયું છે. હાલ પૂરતો વિસ્તાર સીલ રાખવાની જરૂર છે. આ ગેસની ચપેટમાં બે ઘરના પરિવારના સભ્યોનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે તે બંને ઘરોમાં ગટરના મેનહોલ છે. ગ્યાસપુરાના સુવા રોડ પર આ ઘટના બની હતી. જેની નજીક કરિયાણાની દુકાનની આસપાસ ગીચ વસ્તી છે. અહીં, ૩૦૦ મીટરની ત્રિજ્યામાં, ઘણા લોકો શેરીઓ અને ઘરોમાં બેભાન અવસ્થામાં પડેલા જાેવા મળ્યા. આસપાસના ઢાબાના લોકો પણ બેભાન થઈ ગયા હતા. પ્રશાસને ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા લુધિયાણાના પોલીસ કમિશનર મનદીપ સિદ્ધુએ જણાવ્યું કે જે બિલ્ડિંગમાં આ ઘટના બની તેમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.