પંજાબ
BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં મ્જીહ્લ જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે. આ ઘુસણખોરને રામદાસ વિસ્તાર નજીક બીઓપી ચન્ના પાસે માર્યો ગયો છે. બીએસએફના ડીઆઈજી પ્રભાકર જાેશીએ આ જાણકારી આપી છે. મ્જીહ્લએ પંજાબમાં ભારત-પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સરહદ પાસે ગુરદાસપુર સેક્ટરમાં મંગળવારે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યુ કે, પાકિસ્તાની ઘૂસણખોર વિશે સવારે ૮ઃ૦૦ વાગ્યા આસપાસ માહિતી મળી હતી. બીએસએફને માહિતી મળી હતી કે, ઘૂસણખોર હથિયારોથી સજ્જ છે. ત્યારબાદ તેને ઠાર કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મંગળવારે એટલે કે આજે સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સરહદી ગામ દરિયા મંસૂર પાસે આવતા વિસ્તારમાં સરહદ પર વાડ લગાવતી વખતે એક પાકિસ્તાની બદમાશની શંકાસ્પદ ગતિવિધિ જાેઈ. જવાનો તરફથી અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તે રોકાયો નહીં અને આગળ વધવા લાગ્યો. ખતરો જાેઈને બીએસએફ જવાનોએ સ્વબચાવમાં બદમાશ પર ગોળીબાર કર્યો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રવિવારે રાત્રે પાકિસ્તાની ડ્રોન બીઓપી કમાલપુર જટ્ટન ખાતે ભારત તરફ ઘૂસી રહ્યું હતું પરંતુ આ હિલચાલ જાેતા મ્જીહ્લ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ ત્યારબાદ પાકિસ્તાની ડ્રોન પરત ફરી ગયુ હતું.