Rajasthan

ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો કાંડ કે… દુલ્હેરાજાની હાલત કફોડી થઈ

સિહોરી-રાજસ્થાન
રાજસ્થાનના સિરોહીમાં એક એવી ઘટના ઘટી છે જેને જાણીને ચોંકી જવાય. એક વરરાજા તેની દુલ્હનની રાહ જાેઈને છેલ્લા ૫ દિવસથી બેસી રહ્યા. એટલું જ નહીં માથા પરથી સહેરો પણ ઉતાર્યો નહીં. દુલ્હને લગ્ન સમયે જ મોટો કાંડ કરી નાખ્યો. વાત જાણે એમ છે કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલી વિસ્તારમાં મનીષા નામની એક યુવતીના લગ્ન શ્રવણકુમાર સાથે થવાના હતા. શ્રવણ પરિવાર સાથે જાન લઈને સાસરે પહોંચી ગયો. સાસરીયાએ દુલ્હેરાજા અને તેના પરિજનોનું ખુબ મન દઈને સ્વાગત પણ કર્યું. લગભગ ૬.૧૫ વાગે જ્યારે પંડિતજીએ ફેરા લેવાનું કહ્યું તો તે સમયે દુલ્હને ઉલ્ટી અને પેટમાં દુખાવાનું બહાનું કાઢ્યું અને રૂમમાં જઈને કહ્યું કે થોડી રાહ જુઓ. દુલ્હને પોતાના રૂમમાં ગયા બાદ ઘરવાળાઓને કહેવા લાગી કે તેને ટોઈલેટ જવું છે. પરંતુ ટોઈલેટ જવાની જગ્યાએ તે ઘરમાં લગાવવામાં આવેલી ટાંકી પાસે ઊભેલા તેના પિતરાઈ સાથે ભાગી ગઈ. આ યુવક છોકરીના પિતાના મામાનો છોકરો છે. હવે દુલ્હેરાજા તો જીદ્દે ચડ્યા છે અને સાસરીયામાં જ અડ્ડો જમાવીને બેસી ગયા છે. ઘરવાળાએ આ લગ્ન માટે ખુબ તૈયારી કરી હતી પરંતુ હવે બધુ એળે ગયું કારણ કે દીકરી ભાગી ગઈ. દીકરીની માતાની તબિયત ખરાબ છે. ઘરવાળા બરાબર જમી શકતા નથી. જાે કે પોલીસ સતત આ યુવતીની શોધમાં છે. પરિજનોએ જણાવ્યું કે લગ્નના એક દિવસ પહેલા જ્યારે ઘરમાં ડાન્સ કાર્યક્રમ હતો ત્યારે છોકરીએ ખુબ ડાન્સ પણ કર્યો હતો. તેને જાેઈને કોઈ એવું ન કહી શકે કે તે આવું પગલું ભરશે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *