Rajasthan

મારૂ ચાલે તો રેપ કરનારાઓના વાળ કાપી બજારમાં પરેડ કરાઉ ઃ રાજસ્થાનના મુખ્યમંત્રી

ઉદયપુર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે બળાત્કારીઓ પર ભારે ગુસ્સો ઉતાર્યો છે.તેમણે કહ્યું કે જાે મારૂ ચાલે તો હું ગેંગસ્ટર અને રેપ કરનારાઓના વાળ કાપી બજારમાં સામૂહિક પરેડ કરાવું અને જનતા જાેવે કે આ રેપિસ્ટ વ્યક્તિ છે અને જે રેપિસ્ટ ટાઇપ લોકો છે તે રેપ કરવાનું ભુલી જશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે અહીં આ વાત કરી હતી. એ યાદ રહે કે અવારનવાર રાજસ્થાનથી રેપની ઘટનાઓ સામે આવે છે.અનેક મામલામાં રેપિસ્ટ રેપ કર્યા બાદ પીડિતની હત્યા પણ કરી દે છે.આવામાં મુખ્યમંત્રીનું આ નિવેદન રેપ કરનારાઓના મનમાં કદાચ કંઇક ભય પેદા કરી શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા કહે છે કે વર્ષ ૨૦૨૦માં રેપના ૨૮૦૪૬ કેસ દાખલ થયા છે જેમાંથી સૌથી વધુ કેસ(૫૩૧૦ કેસ) રાજસ્થાનમાં નોંધાયા છે.ત્યારબાગ બીજા નંબર ઉપર ૨૭૬૯ કેસની સાથે ઉત્તરપ્રદેશ હતું અને ત્રીજા નંબર ઉપર ૨૩૩૯ મામલાની સાથે મધ્યપ્રદેશ હતું.ત્યારબાદ ૨૦૬૧ કેસની સાથે મહારાષ્ટ્ર પણ રેપના મામલામાં બદનામ છે.વર્ષ ૨૦૧૯માં પણ રાજસ્થાન સમગ્ર દેશમાં રેપ કેસના મામલામાં પહેલા નંબર હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *