જયપુર
સતત એ સુત્ર આપણે સાંભળ્યુ છે કે દો બચ્ચે,સબસે અચ્છે સમાજના બદલાતા વાતાવરણ અને વિકસિત થવાની ઇચ્છાના દૌરમાં લોકો બે બાળકોને જન્મ આપવાનું જ સારૂ સમજવા લાગે છે.આ વચ્ચે રાજસ્થાનમાં એક એવી જાહેરાત થઇ છે.જે આ સુત્રમને નકારે છે.હકીકતમાં અહીં માહેશ્વરી સમાજ દ્વારા એ જાહેરાત કરવામાં આવ્યા છે કે ૨થી વધુ બાળકો પેદા કરવા પર રૂ.૫૦ હજારની ફિકસ ડિપોઝીટ આપવામાં આવશે. અખિલ ભારતીય માહેશ્વરી સેવા સદનના અધ્યક્ષ રામકુમાર ભુતડાએ પોતાના મેડતા સિટી પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે માહેશ્વરી સમાજ પોતાની ઘટતી વસ્તીને લઇ ખુબ ચિંતિત છે.આવામાં સમાજ હવે બેથી વધુ સંતાનો થવા અથવા ત્રીજા અને ચોથા સંતાન થવા પર એફડી (ફિકસ ડિપોઝીટ) કરાવશે. આ પહેલા માહેશ્વરી સમાજ ત્રીજી યુવતી થવા પર રૂ ૫૦ હજાર રૂપિયાની એફડી કરાવતુ હતું આ નિર્ણય આઠ વર્ષ પહેલા લેવામાં આવ્યો પરંતુ હવે આ નિયમ પુત્ર ઉપર પણ લાગુ કરવામાં આવ્યો છે.જાે ચોથુ સંતાન થશે તો તેના પર પણ ૫૦ હજાર રૂપિયાની એફડી કરાવવામાં આવશે. તેમણે જાણકારી આપતા કહ્યું કે જે દિવસે ત્રીજુ સંતાન થશે તે દિવસે એફડી આપવામાં આવશે ભુતડાએ કહ્યું કે સંયુકત પરિવારોનું તુટવું અમારા સમાજ માટે એક ચિંતાનો વિષય છે.આજે જે આ નાના પરિવાર છે તેમાં મોટાભાગના યુવા સંતાન ઉત્પતિમાં વિશ્વાસ ઓછો કરે છે.તેમણે કહ્યું કે ૩૦ વર્ષ થયા બાદ તો યુવા લગ્ન કરે છે.યુવક અલગ જગ્યાએ વર્ક પેકેજ પર જઇ રહ્યાં છે યુવતી અલગ કામ કરી રહી છે તો આવામાં તેમને બાળકોનું લાલન પાલન કરવું મુશ્કેલ સમાન લાગી રહ્યું છે.આવામાં પ્રોત્સાહન માટે સમાજ દ્વારા આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે.