Rajasthan

રાજસ્થાનના પોખરણ રેન્જમાં ટ્રેનિંગ દરમ્યાન મિસાઈલ મિસફાયર, હવામાં વિસ્ફોટ થતા હડકંપ

જૈસલમેર
રાજસ્થાનના જૈસલમેરમાંથી એક મિસાઈલ મિસફાયરની ઘટના સામે આવી છે. અહીં પોખરણ રેન્જ ફાયરિંગ ફીલ્ડસમાં સેનાના જવાન પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે ભૂલથી મિસાઈલ ફાયર થઈ ગઈ હતી. તેનાથી કોઈ નુકસાન નથી થયું અને મિલાઈલ હવામાં જ ફાટી ગઈ ગઈ હતી અને તેનો કાટમાળ બાજૂના એક ખેતરમાં પડ્યો હતો. સેનાનું એક નિવેદનમાં જણાવ્યું કે, આ દરમ્યાન કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મિસાઈલની તસ્વીર શેર કરી છે, જેમાં જાેઈ શકાય છે કે, મિસાઈલનો કાટમાળ નજીકના એક ઘઉંના ખેતરમાં જઈને પડ્યો છે, એજન્સીએ જણાવ્યું કે, જૈસલમેર જિલ્લામાં પોખરણ રેન્જમાંથી એક મિસાઈલ મિસફાયરની ઘટના સામે આવી છે, પણ રાહતની વાત એ છે કે, આ મિસાઈલ હવામાં જ વિસ્ફોટ કરી દીધો અને તેનાથી કોઈ નુકસાન નથી થયું. મિસાઈલ મિસફાયરની આ ઘટના પહેલી વાર નથી થઈ. આ અગાઉ ૯ માર્ચ ૨૦૨૨ના રોજ એક મિસાઈલ ભૂલથી ફાયર થઈ ગઈ હતી, જે પાકિસ્તાનના રાવલપિંડીમાં જઈને પડી હતી. આ ભારતની ખાસ બ્રહ્મોસ મિસાઈલ હતી, જેને પાકિસ્તાન સીમામાં એન્ટ્રી કરી તો, પાકિસ્તાન અથોરિટીને ખબર પણ ન પડી. બાદમાં આ કેસમાં એક કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. જે બાદ ભારતીય વાયુ સેનાના ત્રણ અધિકારીઓને તેમને પદ પરથી હટાવી દીધા હતા.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *