Rajasthan

રાજસ્થાનના બ્યાવરમાં જૂની અદાવત રાખી યુવકની જાહેરમાં હત્યા કરી દીધી, પોલીસે હાથ ધરી આરોપીઓની શોધખોળ

જયપુર
રાજસ્થાનના બ્યાવરમાં કેટલાક લોકોએ સળિયાથી માર મારીને એક યુવકની હત્યા કરી દીધી. અમુક જ મિનિટોમાં હત્યાની ઘટનાને અંજામ આપવાની વાતથી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. નવાઈની વાત એ છે કે હુમલાખોર રસ્તા પર જાહેરમાં યુવકને માર મારતા રહ્યા અને રસ્તા પરથી પસાર થતા લોકો જાેતા રહ્યા. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને ૩ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. નાહરપુરા ગામ નિવાસી વિજય સિંહે જણાવ્યુ કે સોમવારે તેઓ પોતાના ૧૯ વર્ષીય પુત્ર સુરેશ સાથે બેંક ગયા હતા. આ દરમિયાન પુત્ર સુરેશ કોલેજ રોડ સ્થિત બેન્કની બહાર ચા ની લારી પર બેસીને ચા પી રહ્યો હતો. પુત્રની બૂમ સાંભળીને બેન્કની બહાર આવીને જાેયુ તો ગણેશપુરા નિવાસી લેખરાજ પુત્ર ભગવાન સિંહ, લક્ષ્મણ અને ભરત મળીને સુરેશને લોખંડના સળિયાથી માર મારી રહ્યા હતા. સુરેશ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા. જે બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. સુરેશને સારવાર માટે રાજકીય અમૃતકૌર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને સારવાર બાદ ગંભીર અવસ્થામાં અજમેરના જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ. મૃતક સુરેશના પિતા વિજય સિંહે જણાવ્યુ કે લગભગ એક મહિના પહેલા મેળાનું આયોજન થયુ હતુ. સુરેશ અને પરિવારના લોકો પણ મેળામાં ગયા હતા. ત્યાં સુરેશનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. તે વાતનો બદલો લેવા માટે આરોપીઓએ પ્લાનિંગ કરીને સુરેશની હત્યા કરી દીધી.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *