Rajasthan

રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું એમઆઇજી-૨૧ ક્રેશ ઃ ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું ; ૨ મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

હનુમાનગઢ
આજે સોમવારે સવારે હનુમાનગઢમાં એમઆઇજી-૨૧ ફાઈટર જેટ ક્રેશ થયું હતું. હનુમાનગઢમાં બહલોલ નગર વિસ્તારમાં એક ઘર ઉપર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ૨ મહિલાઓના મોત થયા છે. એક ઘાયલની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે પાયલટ સુરક્ષિત છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિગએ સુરતગઢથી ઉડાન ભરી હતી. ૨૮ જુલાઈ ૨૦૨૨ના રોજ, રાજસ્થાનના બાડમેરમાં એમઆઇજી-૨૧ બાયસન (ટ્રેનર એરક્રાફ્ટ) ક્રેશ થયું હતું. તેમાં આગ લાગી હતી અને કાટમાળ લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં વિખરાયો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ શહીદ થયા હતા. જ્યાં પ્લેન પડ્યું હતું ત્યાં ૧૫ ફૂટની ત્રિજ્યામાં એક મોટો ખાડો પડી ગયો હતો. સોવિયત સંઘે ૧૯૪૦માં એમઆઇજી એરક્રાફ્ટ બનાવ્યું અને ૧૯૫૯માં તેને પોતાની એરફોર્સમાં સામેલ કર્યું. ત્યારે તે ૨૨૨૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકતું હતું એટલે કે અવાજની ઝડપ કરતાં ૧૦૦૦ કિમી/કલાક વધુ. સ્ૈય્ને એપ્રિલ ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ૧૯૭૧ અને ૧૯૯૯ ના યુદ્ધ જીતવામાં એમઆઇજીની મહત્વની ભુમિકા રહી હતી. પરંતુ ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં ૪૦૦ દુર્ઘટનાઓમાં ૨૦૦ પાયલટોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. એમઆઇજી-૨૧ વિમાનોને ૨૦૨૫ સુધીમાં ભારતના આકાશમાંથી ઉતારી લેવામાં આવશે. એમઆઇજી-૨૧ દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયત મૂળના સ્ૈય્-૨૧ વિમાનો સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ભારતીય વાયુસેનાના કાફલામાં એમઆઇજી-૨૧ વિમાન ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં સામેલ થયું હતું અને ૨૦૨૨ સુધીમાં, એમઆઇજી-૨૧ એરક્રાફ્ટ સાથે સંકળાયેલા લગભગ ૨૦૦ અકસ્માતો થયા છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *