જયપુર
કોંગ્રેસના રાજસ્થાનના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે રાજસ્થાનમાં પુરી પાર્ટી અનુશાસનમાં છે અને એક જુથ છે આ સાથે જ પાર્ટી નેતાઓ અને પદાધિકારીઓને ધૈર્ય બનાવી રાખવાની સલાહ આપતા તેમણે કહ્યું કે પાર્ટી ઇમાનદારીથી કામ કરનારાઓને સમ્માન જરૂર આપે છે. રંધાવાએ કહ્યું કે જયપુરમાં પાર્ટીના અધિવેશનમાં તમામ વકતાઓએ સંગઠનની મજબુતી પર જાેર આપ્યું હતું હરેક વક્તાઓએ કહ્યુું કે સંગઠન મજબુત હશે તો કોંગ્રેસ મજબુત થશે સંગઠન મજબુત હશે તકો કોંગ્રેસ સત્તામાં પાછી આવશે. રંધાવાએ કહ્યું કે અનુશાસન તો કોગ્રેસમાં હોવું જ જાેઇએ અનુશાસનની વિના કોઇ ધર પણ ચાલી શકે નહીં કોંગ્રેસ તો ખુબ મોટી પાર્ટી છે તો અનુશાસન તો રહેશે. તેમણે કહ્યું કે જાે અનુશાસન હશે નહીં તો આ અધિવેશનમાં અવાજ ઉઠત પરંતુ પુરી પાર્ટી અનુશાસનમાં અને એકજુથ છે. તેમણે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ધૈર્ય રાખવાની સલાહ આપતા રંધાવાએ કહ્યું કે આપણે હોદ્દા માટે કામ કરવું જાેઇએ નહીં આપણે પાર્ટીને પહેલા રાખવી જાેઇએ ધૈર્ય રાખવું જાેઇએ.પાર્ટી ગંભીરતાથી કામ કરનારાઓને સમ્માન જરૂર આપે છે. રંધાવાએ કહ્યું હતું કે રાજસ્થાનમાં સગઠનમાં સંગઠનાત્મક સ્તર પર બાકી જીલાધ્યક્ષોની નિયુક્તિ તાકિદે કરવામાં આવશે.રાજય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓની રંધાવાએ પ્રશંસા કરી પરંતુ સાથે જ કહ્યું કે રાજસ્થાનમાં યોજનાઓનો જે પ્રચાર પ્રસાર થવો જાેઇએ તેમાં કમી છે.આપણે જે કામ કર્યું છે તેને જનતાની વચ્ચે લઇ જવું પડશે.આપણે તેમને જણાવવું પડશે કે ખોટું બોલનારી કેન્દ્ર સરકારથી વધુ કામ રાજસ્થાન સરકારમાં થયું છે.જે યોજનાઓ કેન્દ્ર સરકાર લાગુ કરી શકી નથી તેને રાજસ્થાનમાં ગહલોત સરકારે કરી બતાવ્યું છે.
