જયપુર
રાજસ્થાનમાં વર્ષના અંતે યોજાનારી ચૂંટણી પુર્વે જ કોંગ્રેસમાં ફરી એક વખત યાદવાસ્થળી તેજ બની છે અને અત્યાર સુધી મુખ્યમંત્રી અશોક ગેહલોટના ખાસ ગણાતા વિધાનસભામાં પક્ષના મુખ્ય દંડક મહેશ જાેષીએ તેમના આ પદેથી રાજીનામુ આપી દીધુ છે અને તેઓ હવે સચીન પાઈલોટની સાથે જાેડાશે તેમ મનાય છે. હાલમાં જ રાજયમાં સચીન પાઈલોટે ફરી એક વખત નેતૃત્વ પરિવર્તનનો મુદો ઉઠાવ્યો હતો તે બાદ કોંગ્રેસ હાઈકમાંડ માટે ર્નિણય લેવો જરૂર બની ગયો હતો પરંતુ તે વિલંબમાં પડતા હવે આજથી સચીન પાઈલોટે અશોક ગેહલોટ જૂથને એક બાદ એક આંચકા આપવાનું શરુ કરી દીધુ હોય તેવુ મનાય છે અને હવે મહેશ જાેષી કે જે અત્યાર સુધી ગેહલોટ કેમ્પના અગ્રણી ગણાતા હતા તેઓએ દંડક પદ છોડીને પાઈલોટ જૂથ સાથે જવાનો સંકેત આપ્યો છે તો બીજી તરફ વિધાનસભામાં બજેટ રજુ કરતા સમયે મુખ્યમંત્રીએ જે રીતે જુનુ બજેટ વાંચ્યુ તે પછી અશોક ગેહલોટ પર દબાણ વધી ગયું હતું.