Rajasthan

રાયપુર અધિવેશન બાદ રાજસ્થાનમાં પરિવર્તન થવા જઇ રહ્યું ઃ ધારાસભ્ય વૈરવા

જયપુર
રાજસ્થાનમાં લાંબા સમયથી મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટની વચ્ચે ચાલી રહી રહેલ રાજકીય ખેંચતાણ હવે એક મુકામ તરફ વધતી નજરે પડી રહી છે.કોંગ્રેસ ધારાસભ્ય ખિલાડી લાલ વૈરવાએ કહ્યું કે રાયપુરમાં કોંગ્રેસ અધિવેશન બાદ રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થવા જઇ રહ્યું છે અમે ઇચ્છીએ છીએ કે સચિન પાયલટ મુખ્યમંત્રી બને. ધારાસભ્ય ખિલાડી લાલા વૈરવાને સચિન પાયલટને મળવા માટે પોતાના આવાસ પર બોલાવ્યા હતાં આ દરમિયાન વૈરવાએ આ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રાજસ્થાનમાં સ્ટાર તરીકે સચિન પાયલટ છે.હાઇકમાન્ડ તેમના પર નિર્ણય લેશે પરંતુ અમે ઇચ્છીએ છીએ કે સચિન પાયલટ પ્રદેશના આગામી મુખ્યમંત્રી બને.વૈરવાએ કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગહલોત ફિકસ ડિપોઝીટની જેમ છે જયારે સચિન પાયલટ વર્કિગ કેપિટલ છે. સચિન પાયલટ ગત પાંચ દિવસમાં રહ્યાં અને તેમણે સમર્થક ધારાસભ્યોની મુલાકાત પણ કરી.પાયલટ કેમ્પને એ ઇશારો કર્યો કે ખુલ્લી રીતે બોલવાનું છે ગઇકાલે કેટલાક ધારાસભ્યોએ જયપુરમાં બેઠક કરી જેમાં ખિલાડી લાલ વૈરવા,ઇદ્રરાજ ગુર્જર મુકેશ ભાકર હરીશમીના પણ હાજર હતાં. મુખ્યમંત્રીના બજેટ રિપ્લાઇના કેટલાક કલાક પહેલા પાયલટ કેમ્પ સક્રિય થઇ ગયું છે સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યાં છે.સુશીલ અસોપા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેમણે પણ ટ્‌વીટ કર્યું અને કહ્યું કે નોટિસ આપ્યા વિના જ પાયલટને બે પદો પરથી હટાવાયા પરંતુ સપ્ટેમ્બરમાં રાજીનામા પ્રકરણ પર ત્રણ નેતાઓ પર કાર્યવાહી હજુ કરવામાં આવી નથી જાણકારી અનુસાર સચિન પાયલટ અલગ અલગ જીલ્લાનો પ્રવાસ કરનાર છે તે વિસ્તારોમાં ખાસ કરીને ફોકસ કરવામાં આવશે જયાં ગહલોત જુથના ધારાસભ્ય હાવી છે. ડિસેમ્બર ૨૦૧૮ની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની જીત બાદ તરત જ મુખ્યમંત્રી બનવા માટે ગહલોત અને પાયલટ આમને સામે આવી ગયા હતાં પરંતુ પાર્ટીએ ગહલોતને ત્રીજીવાર મુખ્યમંત્રી બનાવ્યા અને પાયલટ નાયબ મુખ્યમંત્રી બનાવાયા જુલાઇ ૨૦૨૦માં સચિન પાયલટે પાર્ટીના ૧૮ ધારાસભ્યોની સાથે મુખ્યમંત્રી અશોક ગહલોતના નેતૃત્વની વિરૂધ્ધ બળવો કરી દીધો હતો એક મહીના સુધી ચાલેલ રાજકીય સંકટ પાર્ટી નેતા રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ સમાપ્ત થયું હતું.ત્યારબાદ પણ વચ્ચે વચ્ચે બંન્ને જુથો વચ્ચે નિવેદનબાજી ચાલતી રહી. કોંગ્રેસ અધ્યક્ષ ચુંટણીના સમયે અશોક ગહલોતની ઉમેદવારીની ચર્ચા દરિયાન પણ આ નક્કી માનવામાં આવી રહ્યું હતું કે જાે ગહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો આવામાં પ્રદેશનું સુકાન સચિન પાયલટની પાસે ચાલી જશે પરંતુ તે સમયે પણ આવું થઇ શકયુ નહીં અને અશોક ગહલોત મુખ્યમંત્રી બની રહ્યાં

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *